CWGમાં મહાભ્રષ્ટાચારના મુદ્દે GOMની બેઠક આજે
કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીની ઉલટી ગણતરી શરૂ થઈ ચુકી છે. કારણ કે આજે સાંજે પાંચ કલાકે કોમનવેલ્થ માટે બનેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક છે. આ પહેલા અત્યાર સુધી ગેમ્સની શરમ પર ચુપ રહેલા કલમાડીએ પહેલી વાર પોતાનું મોઢું ખોલ્યું છે અને આયોજન સમિતિ પર આંગળી ચિંધનારા દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિતને પોતાના ગિરેબાનમાં ઝાંકવાની સલાહ આપી દીધી છે.
કોમનવેલ્થ ગેમ્સ પૂરી, મસ્કોટ શેરા નોકરીની શોધમાં
કોમનવેલ્થ ગેમ્સના મસ્કોટ શેરા બનેલા સતીષ બિદલા માટે વીતેલા દસ મહિના કોઇ રંગીન સ્વપ્ન કરતાં ઓછા ન હોતા પરંતુ હવે ગેમ્સ પૂરી થઇ ચૂકી છે અને સાથે શેરાની ભૂમિકાનો પણ અંત આવી ગયો છે. બિદલા પોતાની નવી નોકરીની શોધમાં વ્યસ્ત બન્યો છે. બિદલાએ જણાવ્યું હતું કે શેરા બનીને મેં એક એક પળનો આનંદ માણ્યો છે અને હવે મને શેરાની ખોટ પડી રહી છે. સમાપન સમારંભમાં ગાયક શોન સામે છેલ્લી વખત લોકોની સામે આવવું તે મારા માટે સૌથી કપરી બાબત હતી. શેરા બનવું તે મારા માટે એક નોકરી સમાન હતું. મને હકિકતમાં આયોજન સમિતિના જનસંપર્ક વિભાગ સાથે જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ મારા મિલનસાર વ્યક્તિત્વના કારણે મને શેરા બનવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
હું બલિનો બકરો નહીં બનું : કલમાડી
કોમનવેલ્થ રમતોત્સવ પૂરો થયા પછી હવે તેના આયોજક અને રાજકીય ખેલાડીઓની રમત પૂરજોશમાં શરૂ થઈ છે. ગેમ્સની આયોજન સમિતિના સુરેશ કલમાડીએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર વળતો પ્રહાર કરીને કહ્યું છે કે તેઓ તેમની સરકારના વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર પર નજર રાખશે તો દિલ્હીના લોકોનું ભલું થશે. હું કોઈ પણ સંજોગોમાં બલિનો બકરો નહીં બનું.કલમાડીએ કહ્યું કે ગેમ્સના આયોજનની ખુદ પ્રમુખ માઈકલ ફેનેલે પણ પ્રશંસા કરીને તેને સફળ જાહેર કરી છે ત્યારે શીલા દીક્ષિતનું આ નિવેદન દુભૉગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને તપાસના આદેશ આપ્યા તેને તેઓ પણ આવકારે છે અને તમામ શકય મદદ પણ કરશે. વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મેડલ ખેલાડીઓ સાથેની મુલાકાત વખતે પણ અવગણના પણ કરી હતી જેનાથી તેઓ ગિન્નાયા છે.
દીક્ષિત દિલ્હીના ભ્રષ્ટાચાર પર ધ્યાન આપે : કલમાડી
કોમનવેલ્થ રમતોત્સવ પૂરો થયા પછી હવે તેના આયોજક અને રાજકીય ખેલાડીઓની રમત પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર વળતો પ્રહાર કરીને કહ્યું છે કે તેઓ તેમની સરકારના વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર પર નજર રાખશે તો દિલ્હીના લોકોનું ભલું થશે.શીલા દીક્ષિતે શનિવારે આક્ષેપ કર્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની તેમને શંકા છે. તેમણે આ મામલે વડાપ્રધાન મનમોહનસિંઘે આપેલા તપાસના આદેશને પણ આવકાર્યો હતો. આ આક્ષેપના જવાબમાં કલમાડીએ રવિવારે કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી મૌન જાળવ્યું તેને તેમની નબળાઈ ન ગણો. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં બલિનો બકરો નહીં બને.
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારના ભવિષ્યનો આજે નિર્ણય
કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારે ગત સપ્તાહમાં બીજો વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો હતો, પરંતુ સરકારનું ભવિષ્ય આજે નક્કી થશે. કર્ણાટક હાઈકોર્ટ ભાજપના 11 બળવાખોર ધારાસભ્યો અને 5 અપક્ષ ધારાસભ્યો સહીત 16ને અયોગ્ય ઘોષિત કરાયાનો વિરોધ કરતી અરજી પર આજે સુનાવણી કરશે. હાઈકોર્ટ પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે વિશ્વાસ મતનું અંતિમ પરિણામ સોમવારે થનારી સુનાવણી બાદ જ નક્કી થઈ શકશે.
દરિયાકાંઠે ટાઉનશિપ બનાવવા માટે ‘પંચવટી’નીતિ બનાવાશે
ગુજરાતના વિશાળ દરિયાકિનારે ટાઉનશિપ ઊભી કરવા માટે રાજ્ય સરકાર નવી ‘પંચવટી’ સ્કીમ લાવી રહી હોવાની જાહેરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્કીમમાં ટાઉનશિપમાં બિલ્ડરે પાંચ નિયમ પાળવા પડશે, જેના બદલામાં સરકાર તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડશે. ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા એસ.જી. હાઇવે નજીક તૈયાર થનારી ‘ગાર્ડન સિટી’ નામની મેગા ટાઉનશિપનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઉદ્ઘાટન કર્યું હતું.આ કાર્યક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં વધુ છ મેગા ટાઉનશિપ આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદનો વિકાસ વધુ તેજ બનવાનો છે અને હવે વાયા અમેરિકા ગુજરાત શ્રેષ્ઠ બિઝનેસ સેન્ટર છે તેવું ફોર્બ્સ દ્વારા જાહેર કરાયું છે, એટલે હવે કોઈને શંકા નહીં રહે.
જસદણ : 'એક પણ ઉમેદવારને મત આપશો નહીં. બધા ઉમેદવારો ખોટાં છે
જસદણ તાલુકા પંચાયત અને નગરપંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે રવિવારે બપોરે ખાનપર ગામના એક યુવાને બેફામ દારૂ ઢીંચીને હાઇ-વે ઉપર જતાં વાહનોને રોકીને ‘ચૂંટણી સભા’ યોજી હતી. એ યુવાને જો કે બેફામ પીધો હતો, પણ પીધેલી અવસ્થામાં એણે આમ નાગરિકની વ્યથાને વાચા આપતો હોય તેમ પોતાના સંબોધનમાં એક પણ ઉમેદવારને મત ન આપવા શ્રોતાઓને અપીલ કરી હતી.જસદણના ગઢડિયા બાયપાસ ઉપર આજે બપોરે જબરૂ નાટક ભજવાયું હતું, બન્યું એવું કે ખાનપરનો એક યુવાન એના એક સગાના પ્રચાર માટે નજીકના ગામડે ગયેલો. ત્યાં ગયા પછી એણે દેશી દારૂ ઢીંચ્યો. એટલો બધો પીધો કે એની ચાલ ડગુમગુ થવા લાગી. એના શરીરમાંથી એટલી બધી વાસ આવતી હતી કે કોઇ બાજુમાં ઉભું નહોતું રહી શકતું. પણ... પીધા પછી એ મહાશયમાં સાચા નેતાના બધા ગુણ અવતરી ગયા. એમની વકતૃત્વ શક્તિ અચાનક ખીલી ઉઠી.
કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે: મોદી
વિકાસની વિજયાદશમીના તહેવારની ઉજવણી કરવા રાવણરૂપી તત્વોનો વિનાશ કરવો આવશ્યક છે. સમાજમાં કેટલાક લોકો પોતે તો વિકાસ કરી શકતા નથી પણ વિકાસને સહન પણ કરી શકતા નથી. આવા તત્વોને જાકારો આપવાનો સમય આવી ગયો છે.ચૂંટણી કાવા-દાવા કે રૂપિયાથી નહીં પરંતુ વિકાસના મુદ્દે જીતી શકાય છે.મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટી કોમામાં સરી પડી છે. ગુજરાતની જનતા જનાર્દને સિદ્ધ કરી બતાવ્યું હોવાનું બારડોલી અને વ્યારા ખાતે જાહેર સભામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
જામનગરમાં સિંધી પરિણીતા પર સાત વર્ષથી બળાત્કાર
જામનગરમાં સિંધી પરિણીતા પર ગરાસિયા શખ્સે લગ્ન પૂર્વે અને લગ્ન પછીના સાત વર્ષના ગાળા સુધી બળાત્કાર ગુજાર્યાની ચોંકાવનારી ફરિયાદથી ચકચાર જાગી છે. પ્રેમસંબંધ બાંધી તેણીને તરછોડી દીધા બાદ શનિવારે મળી ગયેલા શખ્સે પિતા-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટયો હતો.જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાછળ રહેતી કોમલ રાજુભાઇ કુસનાણી (ઉ.વ.૨૧) નામની સિંધી લોહાણા પરણિતાએ પવનચકકી વિસ્તારમાં રહેતા સાહિલ પ્રવિણસિંહ રાઠોડ નામના શખ્સે પોતાના પર બળાત્કાર ગુજારી, ગર્ભવતી બનાવી દીધાની ચોંકાવનારી ફરિયાદ સીટી-એ ડિવીઝન પોલીસ મથકે નોંધાવી હતી. સાત વર્ષ પૂર્વે તેણી શહેરના જ એક વકીલની ઓફીસમાં નોકરી કરતી હતી. ત્યારે કામકાજ અર્થે આવ-જા કરતા આરોપી સાથે પરિચય થયો હતો.s
અલગતાવાદીઓ લોકોને ઘેટાં-બકરાંની જેમ હાંકે છે : ઉમર
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બેબાક છે. તાજેતરમાં કાશ્મીરના ભારતમાં વિલય પર તેમના નિવેદનથી ખાસ્સો હંગામો ઉભો થયો છે અને ખીણથી લઈને નવી દિલ્હી સુધી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. પરંતુ રાજકીય દોસ્તો અને દુશ્મનોના જબરદસ્ત હુમલા છતાં ઉમરનું ઝુઝારું યથાવત છે. ઘાટીમાં દરરોજ થતી હિંસક ઝડપો માટે તેઓ ખુલ્લેઆમ અલગતાવાદી નેતાઓને જવાબદાર માને છે. ભાસ્કર સાથે વિશેષ વાતચીત દરમિયાન ઉમરે કાશ્મીરની પરિસ્થિતિ, સુરક્ષા દળોની ભૂમિકા, ભ્રષ્ટાચાર, શિક્ષણ અને વિકાસ જેવા મુદ્દાઓ પર ખુલીને વાતચીત કરી છે.
રાજકોટના સરકારી હોસ્પિટલના ડોક્ટરરૂમમાં ‘ખેલ’ ચાલતો’તો
સરકારી હોસ્પિટલના સ્ટાફની લાપરવાહીને કારણે દર્દીઓ હેરાન થતાં હોવાની અગાઉ અનેક ફરિયાદો ઊઠી છે ત્યારે રવિવારે રાત્રે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળ દર્દીઓ કણસતા હતા ત્યારે ફરજ પરના તબીબોએ બાળકની દવા લેવા આવેલા મદારી પાસે ખેલ કરાવતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.વાંકાનેરમાં રહેતો સોકીનાથ મદારી પોતાના પુત્રની સારવાર અર્થે રવિવારે રાત્રે નવેક વાગ્યે રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવ્યો હતો. લૂંગી સહિતના પરંપરાગત ડ્રેસમાં રહેલા સોકીનાથને એક તબક્કે તો મહિલા તબીબ સહિતનાઓએ ધૂતકાર્યો હતો અને પછી એ વ્યક્તિ મદારી હોવાની જાણ થતાં મહિલા તબીબે ખેલ બતાવવાનું કહ્યું હતું.ડોક્ટરરૂમમાં મદારીનો ખેલ શરૂ થતાં અન્ય તબીબ સહિતનો સ્ટાફ ત્યાં એકત્રિત થઇ ગયો હતો.વોર્ડમાં દાખલ બાળકો કણસતા હતા. પરંતુ, તેનું ધ્યાન રાખવા એક પણ તબીબ ત્યાં ન હતો. ટંકારાથી ચાર દિવસથી નવજાત બાળકીને લઇને હોસ્પિટલે આવેલા બાનુબેને જણાવ્યું હતું કે, બાળકીની તબિયત સારી નહીં હોવાનું કહેવા જતાં ખેલ જોવામાં મશગૂલ તબીબોએ ધ્યાન આપ્યું ન હતું.
ધારીમાં બી.એ.પી.એસ.ના શિખરબંધ મંદિરનો શિલાન્યાસ કરાયો
ધારીમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ એવા યોગીજી મહારાજના જન્મ સ્થળ પર તા. ૧૭ને રવિવારે વિજયા દશમીના દિને બીએપીએસ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ તકે સંતો-મહંતો, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અમરેલી જિલ્લાનું ધારી ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજનું જન્મ સ્થળ છે. તેમના સંવત-૧૯૪૮માં વૈશાખ વદિ બારના દિને જન્મ થયો હતો. તેમની માતાનું નામ પુરીબાઇ અને પિતાનું નામ દેવચંદભાઇ હતું. બાળપણનું નામ ઝીણાભાઇ હતું. યોગીજી મહારાજે સંવત-૧૯૬૭માં ભગવત દીક્ષા-ગ્રહણ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તરણ માટે કમરકસી હતી.
ભોપાલ ગેસ કાંડ: વાજપેયીને 1300 કરોડની લાલચ અપાય હતી
ભોપાલ ગેસ કાંડના પીડિતો માટે વળતર સમજૂતીની ફિક્સ થયાની વાત નવી નથી. ખુદ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 21 વર્ષ પહેલા તેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ફિક્સિંગ માટે તેમને લાલચ આપવામાં આવી હતી.ભોપાલ ગેસ પીડિત મહિલા ઉદ્યોગ સંગઠન સાથે સંલગ્ન અબ્દુલ જબ્બારનું કહેવું છે કે 24 ફેબ્રુઆરી, 1989ના રોજ ગેસ પીડિતોના પક્ષમાં પ્રદર્શન માટે ભોપાલ આવેલા વાજપેયીએ અહીં ધરપકડ વ્હોરી હતી. બાદમાં ખુલ્લી જેલમાં વાજપેયી સાથે તેમની ચર્ચા થઈ હતી અને તે દરમિયાન ભાજપના નેતાએ આ પ્રકારનો ખુલાસો કર્યો હતો. વાજપેયી જ્યારે સારવાર માટે અમેરિકાના બોસ્ટનમાં હતા, ત્યારે તેમના સુધી આ પ્રસ્તાવ પહોંચાડવામાં આવ્યો હતો.
“સાયમન્ડ્સ મારા કારણે દારૂડિયો નથી બન્યો”
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની શ્રેણીઓ વધારે રોમાંચક બનતી જાય છે. આ બન્ને ટીમો હવે વધુ કટ્ટર બનતી જાય છે. જો કે આ કટ્ટરતા અને રોમાંચકતા વધવા પાછળનું કારણે છે સિડની ટેસ્ટ વિવાદજેમાં ઓફ સ્પિનર હરભજન સિંહ અને ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સ વચ્ચે વંશીય ટીપ્પણીનો વિવાદ ચગ્યો હતો. ત્યાર બાદ ભારત અને કાંગારૂઓ વચ્ચેની શ્રેણી વધારે રોમાંચક બનતી જાય છે.તેમાં પણ હરભજન સિંહ ઓસ્ટ્રેલિયા સામે વધારે સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 16 ટેસ્ટમાં ભજ્જીએ 90 વિકેટ લીધી છે.
નોકિયાનો ધમાકેદાર સ્ટાઇલીસ મોબાઇલ ઈ-7
બિઝનેસ મોબાઇલ ફોન બ્લેકબેરીને ટક્કર આપનારી મોબાઇલ દુનિયાની સૌથી લોકપ્રિય મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ પોતાની માલીકીની અત્યાધુનિક ઑપરેટિંગ સિસ્ટમ 'સિમ્બાયન 3'થી ચાલનારા સ્માર્ટફોન ઈ-7 અને નવી 'સી' શ્રેણી અંતર્ગત મોબાઇલ ફોન 'સી-6' અને 'સી-7'ને બજારમાં પ્રસ્તુત કર્યો છે.સ્માર્ટફોનના બજારમાં સ્પર્ધાત્મક હરિફાઈનો સામનો કરી રહેલી નોકિયાએ ટેક્નોલૉજી બજારમાં ત્રણ નવા સ્માર્ટફોન ઉતારીને સાબિત કરી બતાવ્યુ છે કે નોકિયાના આ નવા મોબાઇલ ફોન તમામ પ્રકારે ઉત્કૃષ્ટ છે.176 ગ્રામના નોકિયા ઈ-7માં ઉચ્ચ કક્ષાનો 8 મેગાપિક્સલ કેમેરો ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે. એટલે કે તમે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફોટોગ્રાફ્સ લઈ સકો છે.
બ્રિટન : એક ડર કે જેણે જીવ લઈ લીધો
બ્રિટનમાં 82 વર્ષની એક મહિલાએ માત્ર એ આશંકાના કારણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી કે તેને કેન્સર છે. આ મહિલા મધ્ય ઈંગ્લેન્ડમાં વર્ક્સ કે પેર્સોર વિસ્તારની રહેવાસી હતી. વૃદ્ધ મહિલા નેસ્તાના હ્રદયમાં એવો ડર સમાઈ ગયો હતો કે તે કેન્સરથી પીડાય છે. આથી તેણે કોઈની સામે પોતાનો આ ડર વ્યક્ત કરતા પહેલાં જ મોતને વહાલું કર્યું.
હોટ એન્ડ સેક્સી પગના દિવાના
બોલિવૂડ અભિનેત્રીઓ માટે હોટ પગ ઘણું મહત્વ ધરાવે છે. જો કે માત્ર અભિનેત્રીઓ જ નહિ પરંતુ વિશ્વની કોઈ પણ સ્ત્રી પોતાના પગ હોટ હોય તેમ ઈચ્છે છે.બોલિવૂડમાં લાંબા અને હોટ પગની બોલબાલા હોય તે સ્વાભાવિક છે. લાંબા પગની સેક્સ અપીલ કંઈક અલગ જ હોય છે. અભિનેત્રીઓ માટે લાંબા, હોટ એન્ડ સેક્સી પગ કંઈક અલગ જ મહત્વ ધરાવે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment