આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમ દ્વારા મોટેરા ખાતે સરકારની ૬૭૦૦૦ ચો.મી. જમીન પર કરેલા દબાણ પૈકીનું બાંધકામ જાતે જ દુર કરી જિલ્લા કલેકટરને તેની જાણ કરવામાં આવી છે. નદીના પટમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેના માટેની નાની ઓરડી દુર કરવામાં આવી છે. તે ઉપરાંત ફેન્સીંગ પણ દુર કરવામાં આવી છે. આશ્રમના જન સંપર્ક અધિકારી ઉદય સાંગાણીએ જણાવ્યું કે સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે રેવન્યુ ધારાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ બાદ અમે નદીના પટમાં કહેવાતા ૫૧૦૦૦ વાર જગ્યાના બાંધકામમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેની ઓરડી હટાવી લેવામાં આવ્યો છે. આમ હવે આ જગ્યા પર કોઇ ગેરકાયદે દબાણ રહેતું નથી. જયારે ૧૫૪૫૧ વાર જગ્યામાં કરાયેલા દબાણ બાબતે તેમણે જણાવ્યું હતુંકે આ જમીન પર મજુરોના માલ-સામાન મુકવાની ઓરડી તથા ચોકીદારનો સેડ દુર કરવામાં આવ્યા છે. હવે સરકારી જમીન પરનું દબાણ સંપુર્ણ દુર થઇ ગયું છે.
બિગ બી અમદાવાદમાં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે ‘પા’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ ગોઠવાતા હિન્દી ફિલ્મોના મહા નાયક અમિતાભ બચ્ચને બુધવારે બપોરે અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પ્રાઇવેટ ચાર્ટર પ્લેનમાં ઉતરેલા બીગ બીની એક ઝલક જોવા માટે તેમના ચાહકો એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર ટોળે વળ્યાં હતાં. બીગ બીએ ચાહકોની સાથે હાથ મિલાવીને અભિવાદન પણ કયૉ હતા. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર જયારે પણ કોઇ સેલિબ્રિટિ આવતી હોય ત્યારે અનેક ચાહકો પહોંચી જતાં હોય છે. અમિતાભ બચ્ચનને રૂબરૂ જોવા ચાહકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો.
બીગ બીની આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જ સિક્યોરિટી માટે પોલિસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. જેના લીધે અનેક ચાહકોને નિરાશા પણ હાથ લાગી હતી. અલબત્ત, જીવનમાં એક વાર અમિતાભને જોવાનો લ્હાવો મેળવવા આવેલા ચાહકોને હવામાં હાથ હલાવીને બીગ બીએ બધા અમદાવાદીઓનો આભાર માન્યો હતો. ત્યાર બાદ કારમાં બેસીને તાજ હોટલમાં પહોંચી ગયા હતા.
દુબઈમાં બુર્જમાં બે માળ માટે NRIએ રૂપિયા 114 કરોડ ખર્ચ્યા
એન.આર.આઈ. બિઝનેસમેન બી આર શેટ્ટીએ બુર્જ ખલીફામાં બે માળ ખરીદ્યા છે. શેટ્ટી અબુ ધાબીમાં એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ. છે. તેઓ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આરોગ્ય સુવિધા આપતી ન્યૂ મેડિસીન સેન્ટર કંપનીમાં કામ કરે છે. તેમણે બુર્જ ખલીફામાં રૂપિયા 115 કરોડના ખર્ચે ફ્લોર લીધો છે. 67 વર્ષીય શેટ્ટી શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ હતા અને હવે મલ્ટી મિલિયોનર બની ગયા છે. તેમણે બે ફ્લોર લીધા છે. એક ફ્લોરની કિંમત રૂપિયા 57 કરોડ છે. શેટ્ટીએ 3000 દિરહામ (રૂપિયા 38000) પ્રતિ ચોરસ મીટર ખર્ચ્યા છે. દુબઈમાં મંદી હોવા છતાં લોકો બુર્જમાં એપાર્ટમેન્ટ લેવા માટે મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર છે. જો કે શેટ્ટી કોઈ પણ કિંમતે બુર્જમાં પોતાનો એપાર્ટમેન્ટ વેચવા તૈયાર નથી. શેટ્ટીને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તેમના એપાર્ટમેન્ટનો કબજો મળી જશે.
ઘર-વાળી ટકાવવા બહાર-વાળી જરૂરી
જો તમારો પતિ અન્ય કોઈ સ્ત્રીના પ્રેમમાં હોય તો તમારે તેની પાછળ ચાકુ લઈને ફરવાની જરૂર નથી લગ્ન બાહ્ય સંબંધો તમારા લગ્ન જીવન માટે સારા સાબિત થઈ શકે તેમ છે. ફ્રાન્સમાં કરવામાં આવેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના સંબંધો લગ્ન જીવન માટે શુભ સાબિત થાય છે. મનોવૈજ્ઞાનિક માર્યસે વૈલ્લિન્ટના વિવાદાસ્પદ પુસ્તકમાં પુરૂષ, પ્રેમ, વફાદારી વિશે ચર્ચા કરવામાં આવી છે. વૈલ્લિન્ટના મતે જે પુરૂષોના જીવનમાં અન્ય સ્ત્રીનું અસ્તિત્વ હોય તેઓ ખરેખર પોતાના લગ્ન જીવનને મજબૂત બનાવવા માંગતા હોય છે.
ઇલેકટ્રોનિક બાઇક હવે વધુ ઝડપે દોડશે
ભારતમાં ઇલેકટ્રોનિક બાઇકસનું બજાર એટલા માટે જોર નથી પકડી રહ્યું કેમ કે તે પેટ્રોલના વાહનો જેટલી ઝડપે ચાલતા નથી. આ વર્ષે ચિત્ર બદલાઈ જશે. બજાજ, ઇલેકટ્રોથર્મ અને હીરો જેવી કંપનીઓએ ૪૦ થી ૫૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી ઇલેકટ્રોનિક બાઇકસ ૨૦૧૦માં રજૂ કરવાની જાહેરાત કરી છે. આ બાઇકસની બેટરી વધુ ચાલશે અને તેને ચાર્જ કરવાનો સમય પણ અડધો થશે. વર્તમાનમાં ઇલેકટ્રોનિક બાઇકસ એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ ૭૦ થી ૮૦ કિ.મી. ચાલે છે. નવી બાઇકસ એક વખત ચાર્જ કર્યા બાદ ૧૦૦ કિમી ચાલશે અને તેને ચાર કલાક ચાર્જ કરવાની રહેશે.
સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને પડકાર
રાજ્ય સરકાર દ્વારા અંધ જનો, બહેરા-મૂંગા, વિકલાંગ સહિતના કર્મચારીઓને કોમ્પ્યુટરની પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયને ગુજરાત હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ ડી.એચ.વાઘેલાએ રાજય સરકાર, મુખ્ય સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, સમાજ કલ્યાણ વિભાગના સચિવ સહિતના સત્તાવાળાઓને શો-કોઝ નોટિસ જારી કરી છે અને વધુ સુનાવણી તા.૧૮મી જાન્યુઆરીએ મુકરર કરી છે. રાજય સરકારે તા.૧-૧-૦-૨૦૦૭ના એક પરીપત્ર મારફત તમામ કર્મચારીઓને કોમ્પ્યુટરને લગતી સી.સી.સી. પરીક્ષા ફરજિયાત પાસ કરવાનું ફરમાન જારી કયું છે. તેમાં અંધ જનો, બહેરા-મૂંગા અને વિકલાંગ કર્મચારીઓને પણ આવરી લેવાયા છે પરંતુ વાસ્તવમાં તેઓને આ પરીપત્ર કે આદેશ લાગુ પડી શકે નહી. સરકારે સ્પષ્ટ ઠરાવ્યુ છે કે, જે કર્મચારીઓ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ નહી કરે તેઓને નોકરીમાં ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર થશે નહી. સરકારના આ ઠરાવના કારણે અંધ જનો સહિત વિકલાંગ કર્મચારીઓ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભથી વંચિત થઇ જાય. ડિસેબલીટીઝ એકટ હેઠળ અંધ જનો અને વિકલાંગ કર્મચારીઓને પણ નોકરીમાં સમાન તક મેળવવાનો અધિકાર છે. વળી, સરકારે તેની આ જોગવાઇમાં ૪૫ વર્ષથી વધુની વયના કર્મચારીઓને બાકાત રાખ્યા છે. સરકારના આ નિર્ણયથી બંધારણીય જોગવાઇઓ અને ડિસેબલીટીઝ એકટના નિદેઁશોનો ભંગ થાય છે. ખરેખર તો, અંધ જનો માટે કોમ્પ્યુટરના ટોકિંગ સોફ્ટવેર કે કોમ્પ્યુટર શીખવવાની કોઇ વ્યવસ્થા જ નથી. એટલુ જ નહી, તાલીમ મેળવ્યા બાદ પણ કર્મચારીઓ માટે તે વ્યવહારૂ કામમાં આવવાનું જ નથી. અંધ જનોને તો સીવણ, મિસ્ત્રીકામ અને હાથથી શીખી શકાય તેવા કાર્યો શીખવવામાં આવે છે. આ સંજોગોમાં અંધ જનો- વિકલાંગ કર્મચારીઓને કોમ્પ્યુટરની ફરજિયાત પરીક્ષામાંથી મુકિત અપાવવા હાઇ કોટેં સરકારના સંબંધિત સત્તાવાળાઓને આદેશો કરવા જોઇએ. ડિસેબલીટીઝ એકટ-૧૯૯૫ની જોગવાઇઓનો તમામ વિકલાંગ કર્મચારીઓના કિસ્સામાં અમલ કરાવવા પણ બ્લાઇન્ડ મેન એસોસીએશન તરફથી કરાયેલી રિટમાં માંગણી કરાઇ છે.
રીડિંગ નેટવર્ક બનાવવા બુક કલબ
વ્યસ્ત શિડયુલમાં પુસ્તક વાંચવાનો સમય રહ્યો નથી ત્યારે લોકોમાં વાંચનની ટેવ વધારવા માટે ‘કારવા’ એન.જી.ઓ.એ આ પ્રોજેકટ હાથ ધર્યો છે. સ્ટુડન્ટ, બિઝનેસ કલાસ, વર્કિંગ વુમન અને હાઉસ વાઇફ દરેક કેટેગરીમાં ‘બુક કલબ’ અંગે રિસર્ચ કરીને અલગ અલગ કેટેગરી પ્રમાણે બુક કલબની સ્થાપના કરવામાં આવી છે. એક પુસ્તક વાંચવું અને એક બીજા સાથે વિચારોની આપ-લે કરવી આ બંને બાબતોનો સમન્વય છે ‘બુક કલબ’. આ પ્રોજેકટ અંગે વાત કરતા બુક કલબ પ્રોજેકટના કો-ઓર્ડિનેટર કહે છે કે, ‘કેટેગરી પ્રમાણે ૧૦થી ૧૫ વ્યક્તિઓના ગ્રૂપ અમે બનાવ્યા છે. જેઓ દર સપ્તાહે એક વખત એક બીજાને મળીને કોઇ પણ એક પુસ્તક અંગે ચર્ચા વિચારણા અને અભિપ્રાયોની આપ-લે કરશે. સતત કોઇ એક વ્યક્તિ દ્વારા વાંચવાની પ્રક્રિયા બોરિંગ લાગે છે તેથી અમે બુકના ઇન્ટર એકિટવ સેસન થાય તેવું નક્કી કર્યું છે. જેમાં અમારી સાથે શહેરનું યૂથ, બિઝનેસ મેન અને વર્કિગ વુમન અને હાઉસ વાઇફ પણ જોડાયેલી છે. બુક કલબની આ વિચાર ધારાને દેશભરમાં પ્રસરાવીને લોકોમાં પુસ્તક વાંચન અંગે જાગૃતિ લાવવા માંગીએ છીએ.’
અમર સિંહ કોંગ્રેસમાં જોડાશે ? ? ? ?
સમાજવાદી પાર્ટીના મહા સચિવ અને અન્ય પદો પરથી અમર સિંહે સ્વાસ્થ્ય સંબંધી કારણો આગળ ધરીને બુધવારે રાજીનામું ધરી દીધુ હતું. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમર સિંહ અને સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વચ્ચે મતભેદ વધ્યા હોવાની અટકળો ચાલી રહી હતી. ખુદ અમર સિંહ પણ અન્ય પક્ષમાં જોડાવા અંગેની વાતને નકારતા નથી. અમર સિહં હાલ દુબઇ છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા પણ દુબઇમાં અમર સિંહ સાથે મોજૂદ છે અને ત્યાં સપાના નેતા સંજય દત્ત પણ હાજર છે. અમર સિંહના કોંગ્રેસમાં જવા અંગેની અટકળો પણ તેજ બની છે.
સિંહે જણાવ્યું કે તેમણે સપાના મહા સચિવ, પ્રવક્તા અને સંસદિય બોર્ડ અને અન્ય પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ત્રણેય પદો પરનું રાજીનામું તેમણે ફેક્સ દ્વારા મુલાયમ સિંહ યાદવને મોકલી આપ્યું છે. નવેમ્બર 2009માં ફિરોઝાબાદ લોક સભા સીટ પર થયેલી ચૂંટણીઓમાં પાર્ટીને અપમાનજનક હાર મળી હતી ત્યારબાદ સિંહે એમ કહેતા યાદવની આલોચના કરી હતી કે પક્ષની હારનું કારણ સપાના પ્રમુખ અને તેમના પરિવાર પરનો તેમનો વધુ પડતો આત્મ વિશ્વાસ હતો. ફિરોઝાબાદ સીટ પરથી યાદવની પુત્રવધુ ડિંપલ યાદવ લડી હતી. ડિમ્પલને તેના કોંગ્રેસી પ્રતિનિધિ રાજ બબ્બરે હરાવી હતી. લોક સભાની ચૂંટણીઓ વખતે પણ રામપુર સીટ પર જયા પ્રદાની ઉમેદવારીને લઇને સિંહ અને પક્ષ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. જયા પ્રદાની ઉમેદવારીનો આઝમ ખાને ઉગ્ર વિરોધ કર્યો હતો અને બાદમાં પક્ષ છોડી દીધો હતો. સિંહે જણાવ્યું કે, "મારા રાજીનામા પાછળ કોઇ રાજનીતિક કારણ નથી. મેં ડોક્ટરોની સલાહને માનીને આ પગલું લીધું છે. થોડા સમય પહેલા મારી કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટેશનનું ઓપરેશન થયું છે અને ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે." ઓપરેશનના ત્રણ મહિના બાદ રાજીનામું કેમ આપ્યું ? તે અંગે સિંહે જણાવ્યું કે આ પહેલા પણ મેં ત્રણ વાર રાજીનામું આપ્યું હતું પરંતુ નેતાજી (મુલાયમ સિંહ) મારો અનુરોધ ઠુકરાવી દેતા હતા. તેમના પ્રત્યે મારા મનમાં ખુબ સમ્માન છે. સિંહે ક્હ્યું કે,"મારા માટે પરિવાર અને મારૂં સ્વાસ્થ્ય સૌથી પહેલા છે. ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે અને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે તેમની સલાહનું પાલન કરવું શક્ય નથી. આ કારણે મે ત્રણેય પદો પરથી રાજીનામું આપવાનો ફેંસલો કર્યો છે. સિંહે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા બની રહેશે અને સપાના પ્રમુખને અનુરોધ કરશે કે તેમના બાદ રામ ગોપાલ યાદવને પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવે.
હાસ્ય ભાષામાંથી જ ઉત્પન્ન થાય છે
કોમેડી દરેક જગ્યાએ તમામ વાતોમાં હોય છે. હાસ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાસ્યનું સર્જન આપોઆપ જ થઇ જાય છે. ‘લાંબા આયુષ્ય માટે જિંદગીમાં હસતા રહેવું ખૂબ જ જરૂરી છે. સ્ટેજ ઉપર લાઇવ પરફોર્મન્સ આપતી વખતે લોકોને રડાવવા મને પસંદ નથી. આ માટે જયાં સુધી જીવીશ ત્યાં સુધી સ્ટેજ પરથી લોકોને હસાવતો રહીશ. આ મારા જીવનનો ઉદેશ છે,’ આ ‘ગંભીર’ વિધાનો એક હાસ્ય કલાકારના છે. એક કાર્યક્રમમાં અમદાવાદના ત્રણ વિધાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે શહેરમાં આવેલા પરાગ કંસારાએ પોતાના વિચારો શેર કર્યા હતા. લાફટર શોના માઘ્યમથી આખા દેશમાં પ્રખ્યાત થયેલા આ ગુજરાતી હાસ્ય કલાકાર કહે છે કે, ‘આજે કોમેડીનો યુગ ચાલી રહ્યો છે. ૨૦૦૫માં લાફટર શો દ્વારા આ યુગની શરૂઆત થઇ છે તેવું કહેવું કદાચ ખોટું નથી. હાસ્યના આ યુગમાં મારી પણ ‘‘ભાવનાઓ કો સમજો’’ નામની હિન્દી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં ૫૪ લોકોએ રમૂજી ભૂમિકા કરી છે જે વિશ્વ વિક્રમ છે.’ નાનપણથી જ સ્ટેજ પ્રત્યે લગાવ ધરાવનાર પરાગ કંસારા ૨૦૦૫માં લાફ્ટર શોમાં જોડાયા તે પહેલા જાદુની સાથે મિમિક્રી દ્વારા લોકોને હસાવતા હતા. શાહબુદીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી જેવા હાસ્ય કલાકારોને આદર્શ માનનાર પરાગ કહે છે કે, ‘સ્ટેજ પર જ રહીને લોકોને હસાવવા છે. ફિલ્મ લાઇનમાં કોમેડી સિવાય પણ સારી ઓફર મળશે તો હું ચોક્કસ સ્વીકારીશ.’
ભારતીય મૂળના ૨૫૦૦૦ તબીબો બ્રિટનથી પાછા ફરશે
બ્રિટનમાં વસી રહેલા ૨૫૦૦૦ જેટલા ભારતીય મૂળના તબીબો આગામી બે ચાર વર્ષમાં ભારત પાછા ફરવાની અને કેન્દ્ર સરકાર દ્વારા ઊભી થનારી એ.આઇ.આઇ.એમ.એસ. જેવી સંસ્થામાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે. ભારતના પ્રવાસે આવેલા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીનના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થનારા વરિષ્ઠ તબીબો ભારત આવવા વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ તબીબોને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મંત્રાલયે પણ બ્રિટનના આ તબીબી સંગઠનને જણાવ્યું હતું કે ‘એ.આઇ.આઇ.એમ.એસ.’ના મોડેલ આધારે ઊભી થનારી નવી સાત તબીબી કોલેજોમાં ગુણવત્તા યુક્ત તબીબોની અછત રહેવાની સરકારને ચિંતા છે.
નવી તબીબી કોલેજો
બ્રિટિશ સંગઠન માને છે કે વર્તમાનમાં તાલીમ લઇ રહેલા ૧૫૦૦૦ તબીબો ભારતમાં ઊભી થનારી સાત નવી તબીબી કોલેજોમાં મદદરૂપ રહેશે. કેન્દ્ર સરકાર સાત રાજયોમાં એઈમ્સ જેવી તબીબી કોલેજો ઊભી કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી ચૂકી છે. આ પ્રત્યેક કોલેજ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થશે.
પટેલ અટક પર બ્રિટનમાં સંશોધન
બ્રિટનમાં સંશોધનકર્તાઓ પટેલ, સિંહ, અહમદ અને અલી જેવી અટકો સહિત હજારો અટકોની ઉત્પતિ અંગે સંશોધન કરશે. બ્રિસ્ટલ સ્થિત વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ યુનિવર્સિટીના ભાષા નિષ્ણાંતોના એક જૂથે આ અંગે એક યોજના શરૂ કરી છે.
યોજના પાછળ 8,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ બ્રિટન હવે અત્યાર સુધીનો સૌથી મોટો અટક ડેટાબેઝ તૈયાર કરશે. એપ્રિલ મહિનામાં શરૂ થનાર ચાર વર્ષીય યોજના હેઠળ લગભગ 1, 50, 000 અટકોના અર્થ, ઉત્પતિ અને સમયની સાથે તેમાં આવેલા ફેરફાર અંગે સંશોધન કરવામાં આવશે. સંશોધનકર્તા ફક્ત બ્રિટિશ અટકો પર સંશોધન નહિ કરે પરંતુ 19મી અને 20મી સદીમાં બ્રિટન આવેલા લોકોની અટકનો અભ્યાસ કરવામાં આવશે. 1945 પછી બ્રિટનમાં આવીને વસેલા લગભગ 75 હજાર અટકોનો અભ્યાસ આ વર્ષે કરવામાં આવશે. આ તમામ અટકોનો બ્રિટનમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં ભાષા વિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સે કહ્યું હતું કે, પરિવારના નામો અને તેના ઈતિહાસ અંગે જાણવામાં લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આ યોજનામાં આધુનિક પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવશે અને જાણકારીને વિસ્તૃત બનાવવામાં આવશે. આ અંગે ભારતીય, કેરેબિયન, આફ્રિકા, ચીન અને જાપાનના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવશે.
અશ્લિલ હરકતોની વીડિયો ઓન લાઈન
મહિલાઓ સાથે અંગત પળો માણ્યા બાદ ગુપ્ત રીતે વીડિયો ઉતારીને ઓન લાઈન મુકવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે હવે વેબ કેમમાં મહિલા સાથે ચેટિંગ કરી તેની કેટલીક અશ્લિલ તસવીરો નેટમાં ઓન લાઈન મુકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સિંગાપોરમાં ઘટી છે. જ્યાં એક મહિલા સાથે વેબ કેમમાં ચેટિંગ દરમિયાન અશ્લિલ હરકત કરાવી એક યુવકે તેની વિડિયો ઓન લાઈન મુકી હતી. એક યુવક તેના એમ.એસ.એન. વેબકેમ થકી સિંગાપોરની યુવતી સાથે ચેટ કરતો હતો. ઓન લાઈન ચેટ થકી થયેલી મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી. ગાઢ બનેલી મિત્રતાનો લાભ લઈ યુવકે એક દિવસ એ યુવતી સાથે ચેટીંગ દરમિયાન કેટલીક અશ્લિલ માંગણીઓ કરી હતી. શરુઆતમાં યુવતીએ ના પાડી હતી પરંતુ ત્યાર બાદ તે વાતોમાં આવી ગઈ હતી. યુવકે યુવતી પાસે શરીર પર રહેલા વસ્ત્રોના આવરણને હટાવવા માટે આગ્રહ કરતા તેણીએ એક પછી એક વસ્ત્રો ઉતારી નાંખ્યા અને કેટલાક ટુ પીસ સેક્સી ફોટા પડાવ્યા હતા. વેબ કેમ થકી આ પ્રકારની માંગણી કરી રહેલા તેના મિત્રની મેલી ઈચ્છાથી અજાણ યુવતીને નહોતી ખબર કે તેનો મિત્ર તેની પાસે જે કંઈ કરાવી રહ્યો છે. તેને તે ઓનલાઈન મુકી દેશે. જ્યારે યુવતીને આ અંગે જાણ થઈ ત્યારે તેણે અન્ય યુવતી કે જે વેબકેમ પર તેમના મિત્રો સાથે ચેટ કરી રહી છે, તેમને મિત્રની કેટલીક માંગણીઓ ન સ્વિકારવા અનુરોધ કર્યો છે.
શાહરૂખે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
કાર બનાવતી કોરિયાની કંપની હ્યુન્ડાઇએ સ્મોલ કાર વર્ઝનમાં ઇલેક્ટ્રિક કાર હ્યુન્ડાઇ i10 બોલિવુડ અભિનેતા શાહરૂખના હસ્તે ભારતમાં લોન્ચ કરી છે. દેશમાં સ્મોલ કાર અને ઇલેકટ્રિક કારનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને હ્યુન્ડાઇએ i10 ઇલેક્ટ્રિક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 10મા ઓટો એક્સપોમાં રજૂ કરી છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) અરવિંદ સક્સેનાએ કહ્યું કે, "ભારતીય બજારમાં નજીકના ભવિષ્યમાં ઇલેકટ્રિક કારનો દબદબો વધતો જશે તેને ધ્યાનમાં રાખીને અમે ઇલેકટ્રિક કાર લોન્ચ કરી છે. ગ્રાહકો પણ આ પ્રકારની કોમ્પેક્ટ કારમાં ઇલેક્ટ્રિક વર્ઝન માંગી રહ્યા હતા." કંપનીએ i10 ઇલેક્ટ્રિક કાર ગયા વર્ષે ફ્રેન્કફ્રૂટ મોટર શોમાં સપ્ટેમ્બર મહિનામાં ડિસપ્લે કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ વર્ષે સાઉથ કોરિયામાં મર્યાદિત કારનું ઉત્પાદન કરીને સાઉથ કોરિયાના બજારમાં કાર મૂકી છે. હાલમાં ભારતીય બજારમાં ફોર વ્હિલરમાં ફકત રેવા કંપનીની જ ઇલેક્ટ્રિક કાર દોડે છે. કંપનીએ i10નું 2007માં વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 3 લાખથી વધુ i10નું વેચાણ કર્યું છે. બીજી બાજુ કંપનીએ આ ઓટો એક્સપોમાં i10 સહિત લક્ઝુરીયસ સેડાન જીનીસીસનું પણ પ્રદર્શન કર્યું છે.
Thursday, January 7, 2010
05 January Fresh news અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે પહેલીવાર મિલન થશે. આ મિલન ગાંધીનગર પાસેના એક મલ્ટીપ્લેકસમાં થવાનું છે.
અમિતાભ અને નરેન્દ્ર મોદી એબીસીએલના સાહસ અને અમિતાભ અભિનિત પા ફિલ્મ સાથે બેસીને જોશે. આ ફિલ્મમાં અમિતાભ તેના પુત્ર અભિષેકના પુત્રની ભૂમિકા ભજવે છે. બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો છે.
અમિતાભ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગાંધીનગર જશે ત્યાંથી તેઓ નજીકના મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા જશે.
આ શો માટે અમિતાભ સાથે કોણ આવવાનું છે તેની માહિતી જાણવા મળી નથી પરંતું મુખ્યમંત્રીનો સાંજનો સમય અનામત કરી દેવામાં આવ્યો છે. મોદીએ આ અગાઉ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર સાથે ગાંધીનગરમાં વેનસ્ડે ફિલ્મ જોઇ હતી.*
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની કરપીણ હત્યા
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. ગત સપ્તાહે વધુ એક ભારતીયનું શબ મળી આવતાં તેના પર પણ ઓસ્ટ્રેલિયન ગોરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટની હત્યાને પગલે સર્જાયેલો તનાવ દૂર કરવા માટે બેઠક યોજવા બન્ને દેશોના સત્તાવાળાઓ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ ભારતીયો પર આવા હુમલાના આર્થિક પરિણામો આવવાની અને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડવાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. અપરાધીઓને સજા કરવા માટે કડક પગલાં ભરવાનું વિદેશ પ્રધાને ઓસ્ટ્રેલિયાને જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાંથી ગત ૨૯મી ડિસેમ્બરે ગીરીફિથ નજીક આવેલા એક માર્ગની બાજુમાં એક આંશિક બળેલું શબ મળી આવ્યું છે. જોકે, આ શબની વિધિસર રીતે ઓળખ કરવાનું હજી બાકી છે પરંતુ આ શબ એક ૨૫ વર્ષીય ભારતીયનું હોવાનું માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓ ભારતમાં આ યુવાનના પરિવાર સાથે સંપર્કમાં છે અને ભારતીય દૂતાવાસ શબ ઓળખી પાડવામાં મદદ કરશે તેવું એક નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું છે.
રવિવારે મેલબોર્નમાં ૨૧ વર્ષીય નીતિન ગર્ગની હત્યા કરવામાં આવ્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ નવી દિલ્હી અને કેનબરા વચ્ચે સર્જાયેલો રાજદ્વારી તનાવ દૂર કરવાના પ્રયાસમાં ભારતીય રાજદ્વારીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓને મળે તેવી સંભાવના છે.*
શું ભારતીય છોકરીઓ ખોટું બોલતી નથી?
શું ભારતીય છોકરીઓ સેક્સ્યૂઅલ બાબતોમાં ખોટૂં બોલતી નથી? શું તે ક્રાઈમ થયા બાદ જ ફરીયાદ કરે છે? સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભારતીય છોકરી કોઈના પર સેક્સ્યૂઅલ એસોલ્ટનો ખોટો આરોપ લગાવી શકે નહી કારણ કે તે જાણે છે કે તેને જિંદગીભર સોસાયટીથી શું સહન કરવું પડશે. પરંતુ રેપના ઘણાં આવા મામલા છે કે જે બાદમાં ખોટો સાબિત થાય છે.
સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે ઈન્ડિયન સોસાયટી વેસ્ટર્ન દેશોની જેમ મોર્ડન નથી. અહિં સેક્સ્યૂઅલ એટેકની પીડિતા સામાજિક પ્રતિક્રિયાને લઈને એટલી ગભરાયેલી હોય છે કે તે ફરિયાદને અંતિમ વિકલ્પ તરીકે લે છે. તે ત્યારે ફરિયાદ કરે છે જ્યારે અપરાધ ખરેખર થયો હોય. સપ્ટેમ્બર 2009માં દિલ્હીની સેશન કોર્ટના જર્જ અનિલ શર્માએ એક મહિલા અને તેની પુત્રી પર ક્રિમિનલ કેસ ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો કારણ કે તેઓએ એક શખ્સ પર રેપનો ખોટો આરોપ લગાવ્યો હતો બાદમાં તે ફરી ગઈ હતી.
જયપુરમાં ઔધોગિકરણની હિમાયત કરી રહેલ એક વ્યક્તિ પર એક મહિલાએ રેપનો કેસ કર્યો હતો, પરંતું બાદમાં પોલિગ્રાફિ ટેસ્ટથી સાબિત થયું હતું કે મામલો ખોટો છે. 2008માં પણજીમાં એક મહિલાએ પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે રેપ કર્યો હતો અને તેણે રેપિસ્ટના પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે પુત્રનો પિતા કોઈ બીજો જ છે. એપ્રિલ 2009માં દિલ્હી પોલીસે 38 વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકો પર રેપનો આરોપ લગાવીને તેની પાસે પૈસા પડાવતીહતી.
સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોર્ટે જે પણ કહ્યું છે તેનો સંબંધ વધારે મામલા સાથે છે કે આવા ધણાં મામલામાં મહિલાઓ ખોટું બોલતી નથી. જો હજારમાંથી એક મહિલા ખોટું બોલી રહી છે તો તેનો મતલબ એ થયો કે બીજી મહિલાઓ સાચુ બોલી રહી છે. મહિલા એક્ટિવિસ્ટ અંજલિ સિન્હાએ કહ્યું હતું કે કોર્ટે જે કહ્યું છે તેને સમર્થન કરવું જોઈએ. અપવાદ તો દરેક મામલામાં હોય છે. મુખ્ય વાત તો એ છે કે 100માંથી ચાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.*
મહિલાઓ શારીરિક ઉત્તેજનાને... ?
મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે સેક્સની લાગણી અનુભવતી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે મહિલાઓ શારીરિક ઉત્તેજનાને ગુનાહિત લાગણીની રીતે જોતી હોવાથી તેઓ પુરૂષોની તુલનાએ સેક્સને ઓછી રીતે માણી શકે છે.
સંશોધન પ્રમાણે પુરૂષો માનસિક અને શારીરિક ઉત્તેજનાને અનુભવે છે અને તે જ સમયે મહિલાઓ પોતાની શારીરિક ઉત્તેજનાને પ્રમાણમાં ઓછી જાહેર કરે છે.
સંશોધન પ્રમાણે કેટલીક મહિલાને શારીરિક ઉત્તેજના થતી હોય છે તે વાતનો ખ્યાલ હોતો જ નથી. સંશોધનકર્તાના મતે મહિલાઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધારે જોવા મળે છે .
કેટલીક મહિલાઓ ઉત્તેજીતની લાગણી અનુભવ્યા વગર જ સેક્સ માણતી હોય છે. અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજનાની લાગણી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રીઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધુ જોવા મળે છે.
આ જ કારણોસર મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી ઓછી સંતુષ્ટ હોય છે.
પુરૂષો માટે મગજથી તેઓ શારીરિક ઈચ્છા પૂર્તિ માટે હોય છે અને આ બાબત પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પરિણામે પુરૂષોમાં સેક્સની વૃત્તિ વધારે જોવા મળતી હોય છે.
અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજના મહિલાઓ અને પુરૂષોમાં અલગ હોય છે તે બાબતનો નિર્દેશ કરે છે.

Sunday, January 3, 2010
03 January Fresh news
03 January Fresh news
થ્રી ઈડિયટ્સ ફિલ્મના કલાકારો ગાંધીનગરમાં
થ્રી ઇડિયટ્સ ફિલ્મના પ્રચાર માટે અગાઉ ગુજરાતની મુલાકાત લઇ ચૂકેલો ફિલ્મસ્ટાર આમિરખાન રવિવારે સાંજે ગાંધીનગરની મુલાકાતે આવ્યો હતો. એક મિલ્ટપ્લેક્સમાં તેણે આ ફિલ્મની સફળતા વિશે દર્શકોને માહિતગાર કર્યાં હતાં. તેની સાથે આ ફિલ્મના અન્ય કલાકારો આર.માધવન અને શરમન જોષી ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગરમાં આ કલાકારોએ ડિનર પણ લીધું હતું. ફિલ્મની વાર્તા અંગે સર્જાયેલો વિવાદ છેડાયો ન હતો.
ઉત્તરાયણની મજા, નિર્દોષ પક્ષીઓ માટે મોતની સજા
૧૦૦થી વધુ પક્ષીઓના મોત: ૫૦૦થી વધુ ઘાયલ
ઉત્તરાયણનું પર્વ પતંગ રસિયાઓ માટે ઉત્સાહ અને મોજ મસ્તીનું બની રહે છે પરંતુ આ તહેવાર નિદોઁષ પક્ષીઓ માટે મોતની સજા સમાન અને અત્યંત કાતિલ બની રહે છે. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી કપાઇ જવાના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ પક્ષીઓના મોત નીપજયા છે, જ્યારે ૫૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. સૌથી વધુ સમડી અને કબૂતરનો ભોગ લેવાયો છે. ચાઇનીઝ દોરી પશુ-પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થતી હોઇ રાજય સરકારે તેના પર પ્રતબિંધ મૂકયો હોવા છતાં તેનું વેચાણ ચાલુ છે, બીજી બાજુ, કાચ અને લુગ્દીવાળી માંજા દોરી પણ પક્ષીઓના મોત માટે લગભગ એટલી જ જવાબદાર ઠરી રહી છે. અબોલ પશુ-પક્ષીઓ અને જીવો માટે કાર્યરત સંસ્થા આશા ફાઉન્ડેશનના કો-ઓિર્ડનેટર હરમેશ ભટ્ટે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં તેમની સંસ્થા પાસે ૧૦૨થી વધુ ઘાયલ પક્ષીઓના કેસ આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગીધ, યાયાવર પક્ષીઓ, સમડી, કબૂતર, ઘુવડ, પોપટ, ચકલી વગેરેનો સમાવેશ થાય છે. જયારે ૩૨થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. ગીતાબહેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના સંચાલક બચુભાઇએ જણાવ્યુ કે, તેમની સંસ્થા પાસે ૨૦૦થી વધુ ઘાયલ પક્ષીઓના કિસ્સા આવ્યા છે, જ્યારે ૨૫થી વધુ પક્ષીઓના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ કબૂતર, સમડી ઉપરાંત ઘુવડ, પોપટ, કાબર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય બે વાંદરા પણ ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટ્યા હતા. પશુ-પક્ષી અને અન્ય જીવો માટે નવકાર એનીમલ હેલ્પલાઇન, જીવદયા હેલ્પ લાઇન સહિતની સંસ્થાઓ પણ કાર્યરત છે. જયાં રોજબરોજ પતંગની દોરીથી કપાઇ જવાથી ઘાયલ પક્ષીઓ અને તેમના મોતના નવા નવા કિસ્સા નોંધાય છે
રાજ્યભરમાં અષાઢી માહોલ, ઠેર-ઠેર માવઠું
સૌરાષ્ટ્ર-કરછ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે માવઠું આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તીવ્ર બની રહી હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના હવામાનમાં ભારે તફાવત સર્જાયો છે. ખોરવાયેલા ઋતુ ચક્ર બાદ ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગોરંભાયેલા વાતાવરણને પગલે શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્ર, કરછ ઉપરાંત દ.ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે રવિવાર પરોઢથી જ અમદાવાદમાં પણ સમયાંતરે હળવાં ઝાપટાં નોંધાયાં હતાં. જાન્યુઆરી માસમાં વરસાદ થતા લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. લગભગ તમામ જિલ્લાઓમાં થઇ રહેલા માવઠાને પગલે રવી પાકને ભારે નુકસાન જવાની ભીતિ ઉપરાંત રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે.
કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં ઝીરો બેલેન્સ
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ એટલી હદ સુધી પોતાના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી રકમ ઉપાડે છે કે તેમના ખાતાની સિલક ઝીરો થઇ જાય છે. તાજેતરમાં સમીક્ષા દરમ્યાન ઝીરો સિલકના ખાતા જોવા મળ્યાં છે. આ ઘટનાથી ચોંકેલી રાજય સરકારે હવે એવા નિયંત્રણો મૂકયાં છે કે કોઇ પણ ગફલત માટે વહેંચણી અધિકારીને સજા કરાશે. એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ ખાતાઓના હિસાબોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આ કચેરીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખાતા ધારકોની સિલક માયનસ થઇ ગઇ છે. તેમના ખાતામાં ઝીરો સિલક માટેનું કારણ ઉપાડ અને વહેચણી અધિકારી દ્વારા નિયમોનુસાર મળવાપાત્ર મયૉદા કરતાં વધારે જીપીએફ ઉપાડ મંજુર કરવામાં આવે છે. સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં માઇનસ બેલેન્સ થઇ જાય તે ખૂબ જ ગંભીર નાણાકીય અનિયમિતતા ગણાય છે. સરકાર આવી ઘટનાને ગંભીરતાથી જુએ છે. રાજયના નાણા વિભાગના ઉપ સચિવ કે. બી. દાણીની સહીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ વિભાગોને આવી અનિયમિતતાની ઘટના ફરી ન બને તેની કાળજી રાખવા જણાવાવ્યું છે સિલક કરતાં વધારે ઉપાડ થયાનું ધ્યાન પર આવશે તો ઉપાડ અને વહેંચણી અધિકારીની જવાબદારી ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને સજા પણ કરી શકાશે. .
http://SACHCHAEENORANAKO.blogspot.com
http://WETHEPEOPLEOFRAJKOT.blogspot.com
WE THE PEOPLE OF RAJKOT EXPRESS VIEWS ON VARIOUS NEWS AND EVENTS. SOCIAL TRENDS AND ECONOMY, CHILD CARE AND EDUCATION, ENVIRONMENT AND POPULATION ANY THING ONE WOULD LIKE TO HAVE AND EPRESS VIEWS AND OPINIONS

Subscribe to:
Posts (Atom)