સૌરાષ્ટ્રની સાત જિલ્લા પંચાયતમા પંજાએ મુઢ્ઢી વાળી દીધી
સૌરાષ્ટ્રની સાત જિલ્લા પંચાયતમા કુલ ૭૧પ ઉમેદવારો જંગમા ઉતર્યા હતા. મતદાન પૂર્વે તમામ કાવાદાવાઓ ખેલી લીધા બાદ આજે ઉમેદવારોના ભાવિના ફેંસલાની ઘડી આવી ગઇ છે. સૌરાષ્ટ્રભરમા જિલ્લા પંચાયતની કુલ ૨૭૬ બેઠકો હતી. બાર વાગ્યા સુધીમા ૨૭૬ પૈકી ૧૧૬ બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપે ૮૮ તેમજ કોંગ્રેસને માત્ર ૨૮ જ બેઠક મળી છે. આમ સૌરાષ્ટ્રભરમા મોદીનો મેજીક ફરિ વળતા ભારતીય જનતા પાર્ટીમા આનંદનો માહોલ છવાયો છે.
આણંદમાં સત્તા પરિવર્તનના એંધાણ
આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની ગુરૂવારના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીનું પરિણામ શનિવારના રોજ જાહેર થશે. પ્રચાર અને ચૂંટણી ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થયા છે, ત્યારે ચૂંટણી પરિણામ પણ ભારે રસાકસી રહે તેવું ચૂંટણી નિરીક્ષકો માની રહ્યાં છે. આજના દિવસે રાજ્યની છ મહાનગરપાલિકાનું ચરોતરમાં ભાજપ પુનરાવર્તન કરી શકશે કે કોંગ્રેસ પોતાનો ગઢ અંકબંધ જાળવી રાખશે તે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
અયોધ્યાની જમીન વહેંચણી દેશ વિભાજન જેવી: ભાજપ
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની શક્યતાઓને નકારતાં ભાજપે આજે કહ્યું છે કે તેની વહેંચણી દેશના વિભાજન કરવા જેવી છે.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય કટિયારે કહ્યું હતું કે રામજન્મભૂમિ સાઈટ પર મસ્જિદ હતી નહીં અને વિવાદના મૈત્રીપૂર્ણ ઉકેલની કોઈ તક નથી. જમીનની વહેંચણી દેશનું વિભાજન કરવા જેવું છે.
ગેરકાયદે સંગ્રહ કરેલો જ્વલનશીલ રસાયણનો જથ્થો જપ્ત
રૂ. ૪૧૪૦૦ની કિંમતનું આ જ્વલનશીલ પ્રવાહી જપ્ત કરીને દહિસર પોલીસને હવાલે કરી દેવામાં આવ્યું હતું અને ભરતભાઈ સુંદરલાલ કટારિયાની પોલીસે ધરપકડ કરી હતી.મહાનગરપાલિકાએ સૌપ્રથમ આ અંગે દહિસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને વિના પરવાના રાખેલા જ્વલનશીલ રસાયણના જથ્થાને જપ્ત કરીને કટારિયાની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આમ પોલીસે સમયસર પોંહચીને દરોડા પાડીને સમયસુચકતાનું ઉત્તમ ઉદાહરણ મુકયુ હતું.
ભારતમાં જેલ, અમેરિકામાં એવોર્ડ
સંગઠને એક નિવેદનમાં કહ્યું છે કે હરી કૃષ્ણા વેમુરુ એક ભારતીય સંશોધક છે. જેમણે હાલમાં જ સુરક્ષા ખામીઓને ઉજાગર કરી હતી. ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા ઈવીએમની પ્રથમ સ્વતંત્ર સુરક્ષા સમિક્ષા માટે તેમણે જેલમાં જવું પડ્યું હતું. તેમણે અવાર નવાર પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો, તેમજ તેઓ રાજકીય ઉત્પીડનનો શિકાર બન્યા હતાં.
આ એવોર્ડ 1992થી આપવામાં આવી રહ્યો છે. હરી કૃષ્ણાની સાથે સાથે આ પુરસ્કાર પારદર્શક કાર્યકર્તા સ્ટીફન આફ્ટરગુડ, બ્લોગર પામેલા જોન્સ અને જેમ્સ બોયલને પણ આપવામાં આવશે. આ બધાને આઠ નવેમ્બરના રોજ સાન ફ્રાંન્સિસ્કો ખાતે એક સમારંભમાં એવોર્ડ આપવામાં આવશે.
મુંબઈ એરપોર્ટ પર બે વિમાનોની પાંખો ટકરાય
કિંગફિશરનું વિમાન મેઈન્ટેનન્સ માટે ઉભું હતું, ત્યારે જેટ એરવેઝનું વિમાન 80 યાત્રીઓ સાથે મસ્કટ જવા માટે રનવે તરફ આગળ વધી રહ્યું હતું. જેટ એરવેઝના વિમાને કિંગફિશરના વિમાનને અચાનક ટક્કર મારી હતી.જો કે આ ઘટનામાં કોઈપણ યાત્રીને ઈજા પહોંચી નથી. જો કે વિમાનોને નુકસાન થયું છે. ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. ડીજીસીએને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્વેતાનો પૂર્વ પતિ બિગ બોસમાં?
રાજા ચૌધરી અને અલી મર્ચન્ટ બિગ બોસના ઘરમાં આવે તેવી પૂરી શક્યતા છે. હાલમાં તો વીણા મલિક, બેગમ નવાઝીશ અને શ્વેતા તિવારી આ ત્રણમાંથી ગમે તે એક ઘરની બહાર જશે.ગ્રેટ ખલીનું નામ આ વખતે નોમિનેટ કરવામાં આવ્યું નથી પરંતુ ખલી ઘણું જ ખાય છે. જો કે ખલીને બિગ બોસના ઘરમાં સૌથી વધુ નાણા મળી રહ્યા છે. રાજા તો એક વખત બિગ બોસના ઘરમાં આવી ગયો છે. તેમ છતાં તેના નામની ફરી વાર ચર્ચા થઈ રહી છે. બિગ બોસના ઘરમાં રાજા ચૌધરી અને અલી મર્ચન્ટ આવે તો ટીઆરપીમાં ચોક્કસ ફરક પડી શકે છે. જો કે અલીને કારણે સારા અને અશ્મિતના સંબંધોમાં કેવા વળાંકો આવે તે જાણવું રસપ્ર રહેશે.
વ્યસ્ત એશે કોના માટે સમય ફાળવ્યો ?
ઐશ્વર્યા રાય એક્શન રિપ્લે અને ગુઝારીશમાં વ્યસ્ત છે. જો કે ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, દિવાળી તેનો મનગમતો તહેવાર છે. તે પરિવાર સાથે દીવાળી ઉજવવા માંગે છે.એશે પોતાના નાનપણના દિવસો યાદ કરીને કહ્યું હતું કે, તે આખો દિવસ ઘરમાં રહીને ધમાલ મસ્તી કરતી હતી.ઉલ્લેખનીય છે કે, એશની ફિલ્મ ગુઝારીશ પણ રીલિઝ થવાની તૈયારીમાં છે.
અંતે, શાહરૂખે ગૌરીની વાત માની
શાહરૂખ ખાનની 25મી ઓક્ટોબરના રોજ 20મી લગ્નજયંતિ છે. જો કે કિંગ ખાન આ દિવસે પણ કામ કરવાનો છે. તે બર્લિન, જર્મનીમાં પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને બોમન ઈરાની સાથે ફિલ્મ ડોન 2ના શુટિંગમાં વ્યસ્ત છે. 2 નવેમ્બરના રોજ શાહરૂખનો જન્મ દિવસ છે.
જમીન, પાણી, હવામાં ચાલતી કાર
આ કાર જમીન પર ચાલવા ઉપરાંત પાણીમાં પણ ચાલી શકે છે અને હવામાં પણ ઉડી શકે છે. બ્રિટિશ ડિઝાઈનર ફિલ પાઉલીએ એવી કારનો દ્રષ્ટિકોણ રજુ કર્યો છે કે જેમાં લાગેલાં ઉપકરણોની મદદથી પાણીમાં બોટની જેમ ચાલી શકશે કે પછી હેલિકોપ્ટર અને જેટની જેમ ઉડી પણ શકે. તેને હેલો ઇન્ટરસેપ્ટર નામ આપવામાં આવ્યું છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment