ranako.s5.com 24 December Fresh news
દેશને ગંભીર-કોહલીની ક્રિસમસ ભેટ
ગંભીર-કોહલીની શાનદાર ભાગીદારીની મદદથી ભારતે ચોથી એક દિવસીય મેચમાં શ્રીલંકાને સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. શ્રીલંકાએ આપેલો 316 રનનો લક્ષ્યાંક ભારતે 49ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રીલંકાએ મેચ જીતવા માટે આપેલા 316 રનના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 23 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી. સેહવાગ 10 અને સચિન આઠ રને આઉટ થયા હતા. સચિન અને સેહવાગ આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે ભારતની ઇનિંગને સંભાળી હતી. ગંભીર-કોહલીએ મેદાનની ચારે તરફ આકર્ષક શોટર્સ ફટકારી શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરી હતી. બન્ને બેટ્સમેનો સામે શ્રીલંકાના બોલોરો લાચારીની સ્થિતિમાં આવી ગયા હતા. દરમિયાન બન્નએ પોતાની સદી પૂરી કરી હતી.
કોહલી 114 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવી આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ ગંભીર વધુ ખતરનાક બની ગયો હતો. તેણે દિનેશ કાર્તિક સાથે મળી ગંભીર સ્કોર આગળ ધપાવ્યો હતો. આ સાથે જ ગંભીરે 137 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી બાદ કાર્તિકે 15રનનું યોગદાન આપીને સારો સાથ આપી ભારતને વિજયી બનાવ્યું હતું. નોંધનીય વાત એ છે કે 90 મેચ રમીને ગંભીરે 3000 રન પુરા કર્યા છે. જેમાં તેણે 7 સદી અને 19 અડધી સદી ફટકારી છે.
આસારામના સાધકોને આખરે હાઇકોર્ટમાંથી રાહત
ગાંધી નગરમાં પોલીસ પર હુમલાના કેસમાં હાઇ કોટેં સાધકોને શરતી જામીન આપ્યા
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોટેં એક મહત્વના ચુકાદા મારફતે આરોપી સાધકોને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ એચ.બી.અંતાણીએ આસારામના સાધકોની જામીન અરજી પર અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે બપોરે ૨.૦૦ વાગ્યે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. સાધકોને જામીન મળતા એ વખતે કોર્ટ રૂમમાં હાજર આસારામના અન્ય સાધકો અને સમર્થકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાઇનીઝ દોરી ઉપર ગુજરાતમાં પ્રતબિંધ
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છવાયા પહેલાં પતંગ માટે વાપરવામાં આવતી ચાઇનીઝ દોરીએ રાહદારી તેમજ વાહન ચાલકોના ગળા કાપવાનું શરૂ કરતાં રાજ્ય સરકારે અગમચેતી વાપરીને આવી દોરી ઉપર રાજ્યવ્યાપી પ્રતબિંધ મૂકી દીધો છે. આ સાથે પરંપરાગત દોરી સિવાયની અન્ય પ્લાસ્ટીક દોરી ઉપર પણ બાન મૂકવામાં આવ્યો છે. પગંત અને દોરીની ખરીદી પહેલાં સરકારે વેપારીઓ અને પતંગ રસિયા નાગરિકોને આ ચેતવણી આપી છે. ગુજરાતમાં ઉત્તરાયણની ખરીદી સામાન્ય રીતે ડિસેમ્બરના અંત સમયમાં શરૂ થતી હોય છે. તૈયાર દોરીના રસિયાઓ હંમેશા પ્લાસ્ટીક અને ચાઇનીઝ દોરીનો આગ્રહ રાખતા હોવાથી તેઓ જાન્યુઆરીમાં ખરીદી કરે છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ અત્યાર જ લોકોના ગળા કાપવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર કચેરીએ અનેક રજુઆતો કરવામાં આવી હતી
મોદી બી.આર.ટી.એસ.માં
ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ આજે બી.આર.ટી.એસ.માં સવારી કરી હતી. બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરી દરમિયાન મોદીએ સાથી મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી. મોદીની આ સવારીથી લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.
ગુજરાત બોર્ડની પરીક્ષા ૪ માર્ચથી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૪ માર્ચથી પરીક્ષા યોજવાનુ નક્કી કયું છે. જેના માટેનો વિગતવાર કાર્યક્રમ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામા આવ્યો છે. ૪ માર્ચથી શરુ થતી પરીક્ષાઓ ૧૯ માર્ચના રોજ પુર્ણ થશે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા એક સપ્તાહ વહેલા પરીક્ષા યોજાશે. ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન એક-એક દિવસનો ગેપ આપવામા આવ્યો ન હોઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે.
ધોરણ-૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
૪-૩ ગુરુવાર -પ્રથમ ભાષા : ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, તામીલ, તેલુગુ, ઉડીયા
૫-૩ શુક્રવાર સામાજીક વિજ્ઞાન
૬-૩ શનિવાર અંગ્રેજી
૮-૩ સોમવાર ગણીત
૧૦-૩ બુધવાર વિજ્ઞાન અને ટેકનોલોજી
૧૧-૩ ગુરુવાર દ્રીતીય ભાષા : હિન્દી, સીંધી, સંસ્કૃત, પ્રાકૃત, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, પોટુગીઝ
૧૨-૩ શુક્રવાર વાણજિય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ, બેઝીક ઓફ એન્જિ. પ્રોસેસ મેન્ટેન્સ એન્ડ સેફ્ટી, વન વિધ્યા અને વન ઔષધી, વસ્ત્ર વિધ્યા, શિવણ અને ભરત, યોગ સ્વાસ્થ અને શારિરીક શિક્ષણ
૧૩-૩ શનિવાર કોમ્પ્યુટર પરિચય, ગૃહ વિજ્ઞાન, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, વાણજિય પરિચય, એલિ. ઓફ એન્જિનિયરિંગ
૧૫-૩ સોમવાર નામાના મુળ તત્વો, કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ, કૃશિ વિધ્યા, ગ્રામ યંત્ર વિધ્યા, ચિત્ર કળા, સંગીત
૧૬-૩ મંગળવાર ગુજરાતી દ્રીતીય ભાષા (૧-૨)
ધોરણ-૧૨ સામાન્ય, ,વિજ્ઞાન પ્રવાહ
૪-૩ ગુરૂવાર સહકાર પંચાચત, જીવ વિજ્ઞાન, નામાના મુળ તત્વો
૫-૩ શુક્રવાર કૃષિ વિધ્યા, ગૃહ જીવન વિધ્યા, વસ્ત્ર વિધ્યા, પશુ પાલન અને ડેરી વિજ્ઞાન, જીવ વિધ્યા અને વન ઓષધી વિધ્યા, તત્વજ્ઞાન
૬-૩ શનિવાર ઇતહિસ, ભોતિક વિજ્ઞાન, આંકડા શાસ્ત્ર
૮-૩ સોમવાર ચિત્ર કામ સૌધાંતિક, ચિત્ર કામ પ્રાયોગીક, રસાયણ વિજ્ઞાન, અર્થ શાસ્ત્ર
૯-૩ મંગળવાર ભુગોળ
૧૦-૩ બુધવાર સામાજીક વિજ્ઞાન, ગણીત, વાણજિય વ્યવસ્થા
૧૧-૩ ગુરુવાર મનોવિજ્ઞાન
૧૨-૩ શુક્રવાર સંગીત સૈધ્ધાંતિક, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉદૂ,સિંધી, અંગ્રજી, તામિલ
૧૩-૩ શનિવાર હિન્દી
૧૫-૩ સોમવાર ગુજરાતી, અંગ્રેજી
૧૬-૩ મંગળવાર રાજય શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર
૧૮-૩ ગુરૂવાર સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
૧૯-૩ શુક્રવાર સેક્રેટરીયલ પ્રેકટીસ, વાણજિય વ્યવહાર, કોમ્પ્યુટર પરિચય
Thursday, December 24, 2009
Wednesday, December 23, 2009
બાવાશ્રી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ : ધોરાજીમાં ખળભળાટ

ધોરાજીમાં છપ્પન ભોગ મહોત્સવ દરમિયાન દર્શનના સમયે મચેલી ધમાચકડીમાં આઠ વૈષ્ણવોના થયેલા મોતની ઘટનામાં આયોજન સમિતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ શખ્સોની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે. સમિતિ દ્વારા ૧૪/૧૨/૦૯ થી ૨૦/૧૨/૦૯ સાત દિવસ સુધી હાલારી રાસ, હવેલી સંગીત, ઢાઢી લીલા, મહિયારી લીલા, કીર્તન સંમેલન અને છપ્પનભોગ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. સેવા ભેટ માટે મોટી હવેલી, સોની બજાર ખાતે સંપર્ક કરવા પણ જણાવાયું હતું. તા. ૧૪થી ૧૯ સુધીના કાર્યક્રમો રંગેચંગે ઉજવાયા હતા. જોકે, ૨૦/૧૨ના રોજ ધારણા કરતાં વધુ વૈષ્ણવો એકઠા થઇ જતાં અંધાધૂંધી ફેલાઇ હતી અને ધક્કામુક્કી થતાં બાર વર્ષની એક બાળા અને સાત વૈષ્ણવ મહિલાના કમકમાટીભયા મોત નિપજયા હતા. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. દરમિયાન, ધક્કા મુક્કીમાં મૃત્યુ પામનાર ધોરાજીના સવિતાબેન માવાણીના પુત્ર દીપક વ્રજલાલે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રવિવારના રોજ મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ ન આપી તેમજ દર્શન કરવા માગતી વૈષ્ણવ મહિલાઓને પાછળના સાંકડા માર્ગથી પ્રવેશ આપતા ધક્કા મુક્કી થઇ હતી તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર નિર્ધારિત સમયે ખોલવામાં આવ્યા ન હતા. આથી, ભીડ બેકાબૂ બની ગઇ હતી. આ ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વાર અવાર નવાર બંધ કરવામાં આવતા પણ ભીડ વધી ગઇ હતી. ભીડ બેકાબૂ બનતા ધક્કા મુક્કી થતાં પોતાના માતા સહિત આઠનાં મોત થયા હતા અને પંદરને ઇજાઓ થવા પામી હતી. લેઉવા પટેલ સાંસ્કતિક ભવન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અવ્યવસ્થાના કારણે જ ઉપરોકત પરિસ્થિતિ થઇ હતી અને તેના માટે છપ્પનભોગ મહા મહોત્સવ સમિતિ સંપૂર્ણપણે જવાબદાર છે. પોલીસે દીપક માવાણીની ફરિયાદના આધારે સમિતિના આયોજક સામે સાપરાધ મનુષ્યવધની કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
સમિતિમાં કોણ છે તેનો પત્રિકામાં ઉલ્લેખ જ નથી
છપ્પન ભોગ મહા મહોત્સવનું આયોજન કરવા માટે સમિતિ બનાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અઘ્યક્ષ તરીકે.પ્રબોધકુમાર મહારાજનું નામ છે. અને તેમના સંપર્ક માટે રાજકોટ તેમજ ધોરાજીનાં બે સરનામા મોબાઈલ નંબર સાથે લખવામાં આવ્યા છે. ભેટ સંપર્ક માટે પણ કોઈના નામનો ઉલ્લેખ નથી કરાયો માત્ર ટેલિફોન નંબર જ લખવામાં આવ્યા છે.
કમુરતામાં સગાઈ રાખીને મોટી દુઘટર્ના સર્જાઈ
હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે કમુરતામાં કોઈ સારા પ્રસંગો રાખવામાં આવતા નથી. પરંતુ પ્રબોધ મહારાજના પુત્ર રત્નેશ બાવાની સગાઈ કમુરતામાં રાખવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવોમાં જ એવી ચર્ચા હતી કે, કમુરતામાં સગાઇ રાખવા પાછળનું કારણ શું ? માત્ર ભેટ-સોગાદો જ વધુ મળે તે માટે જ કમુરતામાં છપ્પન ભોગનો કાર્યક્રમ સગાઈનો ખર્ચ કાઢવા રખાયો હશે ? તેવો સવાલ પણ ઉપસ્થિત થયો છે.
યુરોપ-યુએસમાં ભિષણ હિમવર્ષા : ૧૦૦ મોત
તાપમાન શૂન્યથી ૩૩ અંશ નીચે જતાં ક્રિસમસ ખરીદી ખોરવાઈ હજી વધુ બરફ વર્ષાની આગાહી
યુરોપ અને અમેરિકામાં બર્ફીલી હવા અને બરફ વર્ષા થવાને પગલે તાપમાન ખૂબ જ નીચું જતાં ૧૦૦થી વધુ લોકોનાં મોત નિપજયાં છે. પોલેન્ડમાં જ છેલ્લા ત્રણ દિવસમાં ૪૨ લોકોનાં મોત થયાં છે. યુક્રેન સહિતના વિસ્તારોમાં મોતનો અંક ૪૮એ પહોંરયો છે. ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ અને જર્મનીમાં તાપમાન શૂન્યથી ૩૩ અંશ ડિગ્રી નીચે ઊતરી ગયું હતું. વિસ્તારમાં સર્જાયેલી દુઘર્ટનાઓને કારણે ૧૩ મોત થયાં હતાં.
અમ્પાયરની ભૂલને કારણે સચિન સદી ચૂક્યો ?
સચિનના બેટને સ્પર્શીને ગયેલા બોલમાં ઇરાસમસે વાઇડના રન આપ્યા
સચિન તેંડુલકર તેની વન-ડે કારકિર્દીમાં અગાઉ ૧૭ વખત નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થયેલો હતો અને સદી ચૂકી જવી એ તેના માટે સોમવારની મેચમાં પહેલી ઘટના ન હતી પરંતુ કટક ખાતે જે કાંઇ બન્યું તેમાં સચિનનો વાંક ન હતો. ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સચિન ૯૬ રન સાથે અણનમ રહ્યો હતો અને ભારત આસાનીથી મેચ જીતી ગયું ત્યારે દિનેશ કાર્તિકે જાણી જોઇને સચિનને સદીથી વંચિત રાખ્યો હોવાની રમતપ્રેમીઓમાં લાગણી પેદા થઇ છે. કાર્તિકે છેલ્લી ઓવરોમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારીને ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી અને સચિન અણનમ રહી ગયો. જોકે એક હકીકત એવી પણ છે કે સાઉથ આફ્રિકન અમ્પાયર મેરિયસ ઇરાસમસની ભૂલને કારણે સચિન સદીથી વંચિત રહ્યો હતો. અજંતા મેન્ડીસે ફેંકેલી ૩૮મી ઓવરના છેલ્લા બોલે સચિન તેંડુલકર લેગ સાઇડમાં રમ્યો હતો અને તેના બેટને સ્પર્શીને ગયેલા બોલને અમ્પાયર ઇરાસમસે વાઇડના રન આપ્યા હતા. એ બોલે ભારતને ત્રણ રન મળ્યા હતા. આ જ રીતે એ પછી મલિંગાની ઓવરમાં સચિન રમ્યો ત્યારે પણ અમ્પાયરે લેગ બાયનો રન આપ્યો હતો.
અમદાવાદ : જાહેરમાં લઘુ શંકા કરતા યુવક જેલ ભેગો ..!
જાહેરમાં લઘુશંકા કરવી એ ગુનો બને છે...! આ વાત કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. આવા કાયદાથી અજાણ માતરનાં એક યુવકને જાહેરમાં લઘુશંકા કરવા બદલ અમદાવાદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુળ માતર તાલુકાનો હમીદ મીયા બુલુ મીયા મલેક (ઉં.૨૨) થોડા દિવસ અગાઉ કામ અર્થે અમદાવાદ આવ્યો હતો. દાણી લીમડા વિસ્તારમાં એક જગ્યાએ એ લઘુ શંકા કરી રહ્યો હતો, ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને કસ્ટડીમાં પુરી દીધી હતો. આ અંગે સુત્રોએ જણાવ્યું હતુ કે જાહેર સ્થળો પર લઘુ શંકા કરવાથી ગુનો બને છે. દાણી લીમડા પોલીસે પણ હમીદ મીયા વિરૂધ્ધ જાહેરમાં બીભત્સ ચેનચાળાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Tuesday, December 22, 2009
ભારતનો સાત વિકેટે વિજય: સીરિઝમાં 2-1ની સરસાઈ

કટ્ટકમાં શ્રીલંકા સામેની ત્રીજી વન ડે મેચને સાત વિકેટે જીતીને ભારતે વન ડે સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતમાં સચિન તેન્ડુલકર અને રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે સચિન રન 96 રન બનાવી અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક 36 રન પર નોટ આઉટ રહ્યો હતો. ભારતે વિજય લક્ષ્યાંકને 42.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. 240 રનના જવાબમાં કેપ્ટન સેહવાગ અને સચિન તેન્ડુલકરે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ભારતની પ્રથમ વિકેટ 55 રન પર પડી હતી. કેપ્ટન સેહવાગ 28 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગંભીર 32 રન બનાવી આઉટ થયો હતો. પુનરાગમ કરનાર યુવરાજ સિંહ 23 રને આઉટ થયો હતો.
શ્રીલંકાના કેપ્ટન સંગાકારાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંગાકારાનો આ નિર્ણય શ્રીલંકા માટે યોગ્ય સાબિત કરી દિલશાન અને થરંગાએ શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવી હતી. 165 રન પર બે વિકેટ ગુમાવનાર શ્રીલંકા 44.2 ઓવરમાં 239 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 20 ઓવરમાં એક વિકેટના નુકસાને 151 રન બનાવનાર શ્રીલંકા અહિ વિશાળ સ્કોર કરે તેવુ લાગી રહ્યું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગના કારણે શ્રીલંકા 239 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની પ્રથમ વિકેટે 65 રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાને તોફાની શરૂઆત અપાવ્યા બાદ દિલશાન 41 રન બનાવી આઉટ થયો હતો. આશિશ નહેરાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શ્રીલંકાની બીજી વિકેટ 165 રન પર પડી હતી. સંગાકારા 46 રન બનાવી આઉટ થયો હતો. સેહવાગે સંગાકારાની વિકેટ લીધી હતી. ત્યાર બાદ ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહેલ થરંગાની વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. થરંગાએ 81 બોલમાં 73 રન બનાવ્યા હતા. દિલશાને તોફાની બેટિંગ કરી 18 બોલમાં 41 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઈશાંત શર્મા અને ઝહીર ખાન ખર્ચાળ સાબિત થયા હતા.
શ્રીલંકાની વિકેટ પડવાનો ક્રમ- 1- 65 (6.2 ઓવર) 2-165 (22.3 ઓવર) 3-169 (24.4 ઓવર) 4- 173 (26 ઓવર) 5- 204(34.5 ઓવર) 6- 210 (35.5 ઓવર) 7-210 (36 ઓવર)
8- 218 (38.1 ઓવર) 9- 236 (43 ઓવર) 239-ઓલ આઉટ.
ભારતીય ટીમ- વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેન્ડુલકર, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, યુવરાજ સિંહ, ઝહીર ખાન, ઈશાંત શર્મા, આશિશ નહેરા, હરભજન સિંહ.

પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત
પોલીસ પર હુમલો કરનારા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના
સાધકોની જામીન અરજીમાં સરકારનો ઘટસ્ફોટ, હાઇ કોર્ટનો ચુકાદો અનામત
ગાંધીનગરમાં પોલીસ પર હુમલાના ચકચારભર્યા કેસમાં રાજ્ય સરકાર તરફથી હાઇ કોર્ટ સમક્ષ એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, હુમલો કરનારા સાધકો પૈકી મોટા ભાગના સાધકો એટલે કે, ૧૦૩ સાધકો ગુજરાત બહારના હતા. ૧૫૦થી વધુ સાધકોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન અરજીમાં સાધકો, રાજ્ય સરકાર સહિતના પક્ષકારોની સુનાવણી પૂરી થઇ જતા જસ્ટિસ એચ.બી.અંતાણીએ ચુકાદો અનામત રાખ્યો હતો. ગાંધીનગરમાં આસારામના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલી દરમ્યાન સાધકો દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં ૧૫૦ જેટલા સાધકો તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા સાધકો વિરૂદ્ધ ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર આઠેક વ્યકિતઓ વિરૂદ્ધ જ રેલી દરમ્યાન તોફાન કરવાના આક્ષેપો છે, ત્યારે બાકીના સાધકોને પોલીસ ખોટી રીતે જેલમાં પૂરી શકે નહી. કારણ કે, મોટાભાગના સાધકોની પોલીસ પર હુમલો કરવામાં કે તોફાન કરવામાં કોઇ ભૂમિકા નથી. આ સંજોગોમાં હાઇકોટેં અરજદાર સાધકોના જામીન મંજુર કરવા જોઇએ.
સાધકો તરફથી કરાયેલી દલીલોનું ખંડન કરતા રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે. જાનીએ જણાવ્યુ કે, આરોપી સાધકો વિરૂદ્ધ જાહેર સુલેહ-શાંતિના ભંગ ઉપરાંત પોલીસ પર હુમલો કરવાનો ગંભીર ગુનો છે. સાધકો પાસેથી લકઝરી બસમાં ભરીને લાવેલા પથ્થરો, લાકડીઓ, ડંડા અને બેઝ બોલ સ્ટીક જેવા હથિયારો પણ પકડાયા હતા. સાધકો દ્વારા પોલીસ પર કરાયેલા હુમલામાં ૨૫ થી વધુ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જેમાં ડીવાયએસપી મોઢપરીયા તો હજુ પણ સારવાર હેઠળ છે. હુમલો કરનાર પૈકી પકડાયેલા ૧૬૦ જેટલા સાધકો પૈકી ૧૦૩ તો ગુજરાત બહારના હતા. જે પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી સાધકોનું રેલી પર તોફાન કરવાનું અને પોલીસ પર હુમલો કરવાનું પૂર્વ આયોજિત કાવતરૂ હતુ.

...તો સલામત રહેશે મિત્રતા
...તો સલામત રહેશે મિત્રતા
મિત્રતાની વાત આવે ત્યારે યુવા, કોલેજ જેવા શબ્દો આપોઆપ જોડાઈ જાય છે, જેમાંની કેટલીક ખાસ હોય છે, જેને કહેવામાં આવે છે ‘બેસ્ટ ફ્રેન્ડશિપ’, પરંતુ આ મિત્રતા પર કયારેક પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થઈ જાય છે યુવા સાથે મિત્રતા શબ્દ જોડાયેલો જ હોય છે. સામાન્ય રીતે યુવાનોની વાત આવે એટલે કોલેજની પણ ચિત્ર ઊભું થાય અને કોલેજ એટલે મિત્રતા કરવાની દિવસો, પરંતુ તેમાંય એક એવી મિત્રતા હોય છે કે જેને આજના જમાનામાં બેસ્ટ ફ્રેન્ડશિપ કહે છે. આવી મિત્રતા રાખતા યુવાનોના કોલેજના દિવસો કયાં પૂરા થઈ જાય છે તેની ખબર જ નથી પડતી, પરંતુ મિત્રતાના આ સંબંધમાં કોલેજના વર્ષ દરમિયાન કેટલીક કડવી બાબતો પણ બને છે, જે તેમની મિત્રતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. સારા અને સાચા દોસ્ત આપણને ઘણી મુશ્કેલીથી મળે છે. યુવાનીમાં મિત્રતા તો ઘણી બંધાય છે, પરંતુ કયારેક કોઈ કારણસર તે જળવાતી નથી. જો તમારી દોસ્તીમાં પણ એવી કોઈ સમસ્યા હોય તો કેટલીક વાતોને અનુસરવી જરૂરી છે.
હંમેશાં મિત્રનું હિત વિચારો
અત્યારે મિત્રોની સંખ્યા વધી ગઈ છે, પરંતુ ઘણા ઓછા લોકો તમારા કલોઝ ફ્રેન્ડ્સ હશે. જોકે તે તમારા પર આધાર રાખે છે. ઘણાને તેમનો એક જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે, પરંતુ આ મિત્રતા જાળવવી હોય તો હંમેશાં ફ્રેન્ડના હિતમાં વિચારો.
વાતો એકલામાં શેર કરો
સારો મિત્ર એ જ હોય છે કે જે બીજા લોકો વચ્ચે મિત્રનુ ઇનસલ્ટ નથી કરતો. જો તમે કોઈના મિત્ર હો તો સ્વાભાવિક છે કે તમને તેની કેટલીક વાતો ગમશે અને કેટલીક નહિ ગમે, પરંતુ એનો એ મતલબ નથી કે તમે તેની સાથે ચર્ચામાં ઊતરો. અન્યની હાજરીમાં કહેવાને બદલે તેને એકલામાં પ્રોબ્લેમ્સ શેર કરો.
હંમેશાં પહેલ કરો
મિત્રતામાં ક્યારેક ઝઘડો પણ થાય. હંમેશાં ઝઘડાનું સમાધાન લાવવામાં પહેલ કરો. કોઈ પણ વાતનો ઇગો રાખ્યા વિના ઈ-મેઇલ કે એસએમએસ કરીને માફી માગી લો. કેટલાક નાની નાની વાતોમાં ઝઘડો થયા બાદ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેય છે. આવું કયારેય ન કરવું.
સાચો માર્ગ બતાવવો જરૂરી
બે ખાસ મિત્રો છે. તેમાંથી એકની મિત્રતા એક એવા ગ્રુપ સાથે થાય છે, જેમાં દરેક બધા બગડેલ છે. જયારે બીજા મિત્રને તેની જાણ થાય છે ત્યારે તે પહેલા મિત્ર સાથે વાત નથી કરતો, પરંતુ તે મન પરિવર્તન કરી તેને બગડેલ ગ્રુપમાંથી બહાર કાઢે છે. આ બાબત તમારી મિત્રતા મજબૂત કરે છે. હવે તે મિત્ર તમારું આ કામ કયારેય નહિ ભૂલે.
એ વાત સાચી છે કે તમે બેસ્ટ ફ્રેન્ડ છો, પરંતુ એનો મતલબ એમ પણ નથી કે તમે તેની પર્સનલ લાઇફમાં દખલ કરો. જો તે તમારી પાસે સલાહ માગે તો તમે તેના વિચાર બતાવી શકો છો, પરંતુ અર્થહીન સલાહ આપવી નહિ કે ન તો તેને અનુસરવા માટે દબાણ કરવું. તેનાથી તમારી મિત્રતામાં વિવાદ ઊભો થઈ શકે છે.
શા માટે મહિલાઓ સેક્સ માણવાનું ટાળે છે?
લાંબા સમયથી ચાલતા સંબંધોમાં સામાજીક સમજણની સાથો સાથ દર રોજ સેક્સ માણવાની વાત પણ ઘણી મહત્વ ધરાવે છે. ખાસ કરીને પુરુષો માટે. કારણ કે સેક્સ બીજા પ્રત્યે પોતાની જાતને અર્પણ કરવાની એક મહત્વની વસ્તું છે. જો કે કેટલીક મહિલાઓ પ્રેમી સાથે સેક્સ માણતા પહેલા પોતાના અહંકારનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલીક મહિલાઓ તેના પાર્ટનર સાથે સેક્સ માણતા પહેલા કંઈક ડરની લાગણી અનુભવતી હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય છે કે જે સેક્સ તેમના પાર્ટનર સાથે સેક્સ માણવાની હમેંશા ના કહે છે. જેના કારણ નીચે પ્રમાણે છે.
જ્યારે તે ગુસ્સમાં હોય
મહિલા ગુસ્સામાં હોય અથવા કોઈ મુશ્કેલી, તણાવ જેવી સ્થિતિમાં હોય ત્યારે તે સેક્સ માણવા ઈચ્છતી નથી હોતી. આ સમયે જો તેમે તેની સાથે સેક્સ માણવા માગતા હો તો તમારે તેને કઈ બાબતની મુશ્કેલી, તણાવ છે તેની જાણકારી મેળવીને તેનો ઉકેલ લાવી તણાવભર્યા વાતાવરણને રોમેન્ટિક બનાવવાથી તે સેક્સ માણવા તૈયાર થઈ જાય છે.
પોતાને સેક્સ માણતા રોકવી
સુંવાળા પ્રેમ સંબંધ રાખવા માટે તે સંબંધોમાં પોતાની શક્તિને રજૂ કરવાનો આગ્રહ રાખે છે. અને તે માટે તે સેક્સ નહીં માણવા પર વધારે જોર આપે છે. તે પોતે કંઈક છે તે પાર્ટનર સમક્ષ રજૂ કરવા માગંતી હોય છે. જ્યારે તમને એ વાતની જાણ થાય કે તે પોતાની જાતને સેક્સ માણતી રોકી રહી છે ત્યારે તમારે સેક્સ દરમિયાન તે જ બોસ છે તેવી ભાવના તેનામાં જાગૃત કરવી જેથી સેક્સ માણતી વખતે આનંદની અનુભૂતિ થાય.
સેક્સમાં વિભિન્નતા
સેક્સ નહીં માણવાની મહિલાની ઈચ્છાનું એક કારણ આ પણ છે. જ્યારે સેક્સમાં વિભિન્નતા જોવા નથી મળતી ત્યારે તે બોર થઈ જાય છે. અને સેક્સ માણવાનું ટાળે છે. તેની અપેક્ષા જાણીને તે અનુરુપ તેની સાથે સેક્સ માણવા પ્રયાસ કરવો જોઈએ.
આનંદ ન થવો
કેટલીક મહિલાઓ પાર્ટનર સાથે સેક્સ અંગે વાત કરવામાં પણ અચકાતી હોય છે. તેનો આનંદ ઉઠાવી શક્તિ નથી તેથી તે સેક્સ માણવાનું પસંદ કરતી નથી ખાસ કરીને જ્યારે તે મુશ્કેલીમાં હોય છે. તેવા સમયે તેની સાથે નવિનતમ રીતે સેક્સ માણીને તથા તેને શું મુશ્કેલી છે તે જાણીને તેને સેક્સનો આંનદ ઉઠાવવા તૈયાર કરી શકો છો.
કંટાળો આવવો
ક્યારેક એવું પણ બની શકે છે કે થાક અને કંટાળાના કારણે પણ મહિલાઓ સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તેવા સમયે તેમનો થાક અને કંટાળો દુર કરવા માટે થોડીક હળવી અને રમૂજ હરકતો કરીને તેમને ખુશ કરવી જેથી તે તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થઈ જાય.
છેતરવું
આ એક પ્રબળ કારણ છે કે તમારી પ્રેમિકા તમારી સાથે સેક્સ માણવા માટે તૈયાર થતી નથી. તે તમારી સાથે સેક્સ માણવા તૈયાર થતી નથી કારણ કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ માણવા માગતી હોય. અને તેના કારણે એ તેમને છેતરતી હોય તેવું પણ બની શકે છે. જેનું નિરાકરણ તેની સાથે બેસીને ચર્ચા કરીને લાવવું.*

Sunday, December 20, 2009
ધોરાજીમાં હવેલીમાં ધક્કા-મુક્કીથી નવના મોત

ધોરાજી ખાતે ગોપાલ નાથજીની હવેલીમાં છપ્પન ભોગના દર્શન દરમિયાન નાસ ભાગ થતા આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, અન્ય પાંચ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગોપાલ નાથજી હવેલી ખાતે સાંજે સાત વાગ્યે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેના દર્શન કરવા માટે ભક્તોનું ટોળું દરવાજા પાસે ઉભું હતું ત્યારે હવેલીનો દરવાજો અચાનક ખોલી નાંખવામાં આવતા નાસ ભાગ થઈ હતી. જેમાં આઠ મહિલા અને એક પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચની હાલત ગંભીર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. સરકારે ઘટનાની મેજેસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે.

Tuesday, December 15, 2009
12 December Fresh news
મહારાષ્ટ્રમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
મહારાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. હવામાન વિભાગે આપેલી માહીતી અનુસાર સાંજે 5:20 મિનિટે કોંકણ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સતારા અને રાયગઢ વિસ્તારમાં ભૂંકપના આચકાઓ અનૂભવાયા હતાં. આ ભૂંકપનું કેન્દ્રબિન્દુ કોયલ વિસ્તારમાં માનવામાં આવે છે, જ્યારે આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતાનો માનવામાં આવે છે. જાનમાલની નુકસાની નોંધાઈ નથી.
"ભાગલા પાડોને ભારત દેશને તોડો" :તેલંગણ મુદ્દે 22 મંત્રીઓના રાજીનામા: વિશાખાપટ્ટનમ વન-ડે જોખમમાં
તેલંગણા અલગ રાજ્ય બનશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત બાદ માયાવતીએ યુપીના ભાગલા પાડવાની માંગ કરી છે. કચ્છને પણ અલગ રાજ્ય બનાવવા સળવળાટ શરૂ થઈ ગયો છે. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ થતાં 100 વર્ષ લાગી ગયા હતા. જેમાં ગાંધીજી, સરદાર, નહેરું જેવા કુશળ નેતાઓ તો ભગતસિંહ, આઝાદ જેવા યુવાનોએ પોતાનું લોહી વહેવડાવ્યું હતું. પરંતુ આઝાદી મળ્યાને 60 વર્ષ બાદ જ ભારતની રાજગાદી પર બેસેલા કેટલાક સ્વાર્થમન ધરાવતા નેતાઓ દ્વારા પોતાના રાજકીય હિત ખાતર અંખડ ભારતને ખંડિત કરવા જઈ રહ્યાં છે. આન્ધ્રપ્રદેશમાં એક પછી એક રાજીનામાના કારણે ઘોડાપૂર આવ્યું છે. તેલંગણના અલગ રાજ્યની માંગના વિરોધમાં આ 22 મંત્રીઓએ પોતાનું રાજીનામું જાહેર કર્યું છે. ટીઆરએસના પ્રમુખ ચન્દ્રશેખરના 11 દિવસના અનશનથી કેન્દ્ર સરકારે આન્ધ્રપ્રદેશમાંથી તેલંગણ અલગ કરવાની પ્રાથમિક માન્યતા આપી દીધા બાદ રાજ્યમાં પક્ષોએ વિરોધ ઉઠાવ્યો છે. તેલંગણ મુદ્દે આખા રાજ્યમાં વાતાવરણ તંગ બનેલું છે. કોંગ્રેસ અને ટીડીપીના કેટલાક નેતાઓ સહકાર આપી રહ્યા છે જ્યારે કેટલાક નેતાઓએ તેના વિરોધમાં રાજીનામાં આપી દીધા છે.
તેલંગણની માગના મુદ્દે રાજ્યમાં હિંસા ફાટી નિકળી છે, જેથી બીસીસીઆઇ બીજા વન-ડેનું સ્થળ ફેરવવાનું વિચારી રહી છે. સુરક્ષાના કારણે ટિકિટના વેચાણ પર પણ અસર પડી છે. સુત્રોના કહેવા પ્રમાણે 18મીએ યોજાનારી મેચ માટેની ટિકિટોનું વેચાણ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. જેના કારણએ મેચ નહીં યોજવાનો અથવા તો તેનું સ્થળ બદલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઇ લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, પાંચ મેચોની વન-ડે શ્રેણી 15મીથી શરૂ થાય છે. જેનો પ્રથમ મેચ રાજકોટમાં રમાવાનો છે.
હવે ભય વગર સોમનાથ સમૂદ્ર દર્શન થશે
ઈન્ફોસિટીમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં સોમનાથ ટ્રસ્ટમાં ખાલી પડેલી બે સભ્ય સીટ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે લહેરીની નિયુક્તિ કરવામાં આવી છે. બેઠકમાં 1.90 લાખના રત્નાકર તટ વિકાસ યોજના રજૂ કરવામા આવી હતી. જેનાથી સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને સમૂદ્ર દર્શનનો લાભ ઉઠાવવાની તક મળશે. તેમજ સમૂદ્ર દર્શનનો લાભ ઉઠાવી રહેલા દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખવા માટે સેફટી ચેન પ્રોજેક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે.
જે અંતર્ગત સમૂદ્ર દર્શન કરતા દર્શનાર્થીઓની સુરક્ષા માટે દરિયા કિનારા પાસે સાંકળ લગાડવામાં આવશે. જેથી દર્શનાર્થીઓ ભય વગર સોમનાથના રમણિય સમૂદ્રના દર્શન કરી શકશે. તેમજ આ પ્રોજેક્ટ એક વર્ષમાં જ પૂર્ણ કરવાનો ઠરાવ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ વચ્ચે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં મંત્રણા થઇ હતી. આ બે નેતાઓ કોઇ રાજકીય ચર્ચા કરવા માટે નહીં પરંતું સોમનાથ ટ્રસ્ટની બેઠક હોવાથી આજે તેઓ ભેગા થયા હતા. આ બેઠકનું સ્થળ પણ ઇન્ફોસિટી રાખવામાં આવ્યું હતું કે જેનું ખાતમૂહુર્ત ૧૯૯૯માં આ બે નેતાઓએ કર્યું હતુ.
રાજકોટના વિધાર્થીએ બનાવી ટુ સીટર કાર
વર્તમાનમાં વિશ્વની તમામ ઓટોમોબાઇલ કંપનીઓ વરચે નાનામાં નાની કાર બનાવાની સ્પર્ધા જામી છે ત્યારે રાજકોટની આત્મીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના ઇલેકટ્રોનિકલ એન્ડ કોમ્યુનિકેશન શાખાના વિધાર્થી નીલ હરેશભાઇ વડોદરિયાએ સુરક્ષા, સગવડ, કરકસરના ત્રિવેણી સંગમ સમી ટુ સીટરની આધુનિક કાર બનાવી છે. નાનપણથી જ પોતાના કામમાં અનોખી રુચિ ધરાવતા અને વૈજ્ઞાનિક સ્વભાવના નીલે વિશ્વની અનેક કારોની ડિઝાઇનનો અભ્યાસ કર્યા બાદ પોતાની આગવી સુઝથી ટુ સીટર કાર બનાવી છે. આ કારનું વજન અંદાજે પ૦૦ કિલો છે. અને ૧.૦ નું ડિઝલ એન્જિન છે આ કાર ૧ લિટર ડિઝલમાં ૩૫ કિલોમીટરનું અંતર કાપતી હોવાનો દાવો છે. મહત્તમ ૧૨૪ કિલોમીટરની ઝડપે દોડી શકતી આ કારનું બોડી ૧ હજાર ત્રિકોણીય ટુકડા જૉડીને બનાવ્યુંછે. કાર અથડાય તો પણ કાચના ભાગ સિવાય કશુ નુકસાન થતું નથી. અને ઓટોમેટિર બટરફલાય ડોર્સ બનાવવામાં આવ્યા છે. ઇંઘણની ટાંકી તળિયાના બદલે પાછળના ભાગે છે. પાવર વિન્ડો, પાવર સ્ટિયરિંગ, પાવર બ્રેક, અધતન સાઉન્ડ સિસ્ટમ ધરાવતી આ કારની કિંમત અંદાજે રૂ. ૧ લાખ ૩૦ હજારઆંકવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૮ એવોર્ડ : નીલને અત્યાર સુધીમાં બાળ વૈજ્ઞાનિક એવોર્ડ કવોન્ટા-૨૦૦૭, આઇઆરઆઇએસ, માઇક્રોસોફટ ઇમેજીન કય સહિતના ૧૮ થી વધુ એવોર્ડ મેળવ્યા છે. માઇક્રોસોફટ દ્વારા લેવાતી તમામ ઓન લાઇન પરીક્ષા નીલે ઉરચ ગુણાંક સાથે પાસ કરી છે.
વન-ડે મેચની ટિકિટો ખતમ : કાળાબજાર શરૂ
રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચેનો પ્રથમ વન ડે મેચ પ્રત્યક્ષ નિહાળવા ક્રિકેટ રસિકોએ ટિકિટો લેવા માટે પડાપડી શરૂ કરી છે.
ચાર દિવસમાં મોટા ભાગની ટિકિટો ખપી જતા કાળા બજારિયાઓ મેદાનમાં આવી ગયા છે. રેઇસ કોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બારમી આંતરરાષ્ટ્રીય મેચ ૧૫મીએ ભારત શ્રીલંકા વચ્ચે રમાશે. વનડે મેચ નિહાળવા સૌરાષ્ટ્રભરના ક્રિકેટપ્રેમીઓ ટિકિટો ખરીદવા ઊમટી પડ્યા છે. ચાર દિવસ પહેલાં ટિકિટનું વેચાણ શરૂ કર્યા બાદ ક્રિકેટ ચાહકોના ભારે ધસારાને કારણે શુક્રવારે રૂ. ૧ હજારના દરની તેમજ જનતા ટેન્ટની ટિકીટો ચપોચપ વેંચાઇ હતી. જ્યારે રૂ. ૭૦૦ અને રૂ. ૫૦૦ વાળી ટિકિટો પણ જુજ જ રહી હોવાનું એસોસિયેશન સુત્રોએ જણાવ્યું છે. ટિકિટો વેંચાઇ જતા પ્રથમ દિવસથી જ ટિકિટો ભેગી કરી લેનાર કાળા બજારિયા હવે મેદાનમાં આવ્યા છે.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી - જલન માતરી
પ્રાણવાયુ જેટલી જ જરૂરિયત બાળકને પ્રેમની છે
બાળક હંમેશા પ્રેમ ઝંખતુ હોય છે. વ્હાલ ઝંખતુ હોય છે. તેને પુરેપુરો પ્રેમ આપવો એ માતાપિતાની જવાબદારી છે. ધારો કે માનવી શ્વાસ લઇ ન શકે તો? તો તેનો દેહ નિશ્ચેતન થઇ જાય .અને ધારો કે બળકને પ્રેમ ન મળે તો? તો તેનું બાળમન ચેતનહિન થઇ જાય. દેહ માટે જેટલી જરૂરિયાત પ્રાણવાયુની છે. તેટલી જરૂરિયાત બાળમન માટે પ્રેમની અને હુંફની છે.
આપણે તે બાળકની વાત કરતા હતા જેને ક્યાંયથી પ્રેમ મળ્યો નહી. તેના અપર પિતા તેને નફરત કરતા હતા. માતા પિતા સાથે ઝઘડાનો રોષ બાળક પર ઉતારતી હતી.
માતા જો કે, બાળકને પ્રેમ કરતી હતી, પણ કેવો? પોતાની ત્રાસભરી જીંદગીના કારણે ઉદ્ભવેલી ઝેરી લાગણીઓથી ખદબદતો પ્રેમ. વિષાકત જળથી છોડનો વિકાસ કેવો થાય ?
અપર પિતા બાળકને ખાવાનું આપતા ન હતા. અને આપવા દેતા પણ ન હતા. ત્યારે માતા શું કરતી હતી? જ્યારે પિતા ઘરમાં ન હોય ત્યારે બાળકને ઠાંસી ઠાંસીને ખોરાક ખવડાવતી હતી. આ ખાતો જ જા, પેલો નાલાયક આવી જશે તો તને ખાવાય નહીં દે.
બાળકનું પેટ ભરાઇ ગયુ હોય, વધારે ખોરાક લેવાની તસુભાર પણ જગ્યા ન હોયતો પણ પરાણે તેને ખાવું પડતુ હતુ. માની જીદ સામે કંઇ ચાલતું ન હતું.
પરિણામ? ઉત્સર્ગતંત્ર પરનો અંકુશ બાળક ગુમાવી બેઠો! કાયમ તેની ચડ્ડી બગડી જતી હતી. માતાને તો પણ ભુલ સમજાઇ નહીં. બાળક શાળાએ જાય તો તેના દફતરમાં વધારાની ચડ્ડી મુક્તી હતી, પણ આ સમસ્યા પાછળનું કારણ શોધવાની દરકાર કરતી નહતી.
બાળકને શું વધારે ખવડાવવું તે આ માતાનો પ્રેમ હતો? હા, પ્રેમ તો હતો પણ તેમાં ડર, અણસમજ, વિકૃતિનું ઝેર પણ હતું. આ વિકૃત પ્રેમનાં કારણે બાળકની પાચન અને ઉત્કર્ગક્રિયા ખોરવાઇ ગઇ.
આ સમસ્યા તે યુવાન થયો ત્યારે પણ હતી. તે બધાથી આ વાત છુપાવતો હતો. પણ મનોમન પિડાતો રહેતો હતો. બાળપણમાં ભોગવેલા ત્રાસ અને વેદનના પરિણામો યુવનીમાં તેને અનહદ નાસ્તાપાણી કરવાની ટેવ પડી ગઇ. લારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટોમાં જઇ તે તુટી પડતો હતો. વર્ષો સુધી તે આવી જીંદગી જીવતો રહ્યો. પરિણામે ભરયુવાનીમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનો ભોગ બન્યો.
દેહથી અને મનથી તે દુઃખી યુવાન તારણહારની શોધમાં કોઇને કોઇ વ્યક્તિ, જે તેના પ્રત્યે સહાનુભૂતિ દેખાડે તેના વશમાં થઇ જતો હતો. પણ સ્વાર્થી દુનિયામાં બધાં જ તેને એવા મળ્યા, જે તેનો ઉપયોગ કરી ફેંકી દેે.
આવા કિસ્સાઓછાં હોય છે, પણ હોય છે ખરાં ! માતા-પિતા બાળકને પ્રેમ ન આપે, તેના પર ત્રાસ ગુજારે, ખાસ કરીને છુટાછેડાના કેસ ચાલતા હોય, કે પછી તે હદે પતિપત્ની વચ્ચે ઝઘડો હોય ત્યારે બાળકની આવી હાલત થાય છે.
આવા બનાવો પરથી એ સમજાય છે કે, બાળકને પ્રેમની કેટલી બધી જરૂર હોય છે. પ્રેમ ન મળે તો તેનું જીવન કેવું બદતર બની જાય છે.
ઉત્સર્ગતંત્ર પર અંકુશના અભાવની આ યુવાનની સમસ્યા દૂર થઈ ક્યારે?
જ્યારે તેને પ્રેમ મળ્યો ત્યારે જમાનાની ઠોકરો ખાતો કારકિર્દીમાં, જીવનમાં, કુટુંબમાં અવિરત સંઘર્ષ કરતો, પછડાતો અને પાછો ઉભો થતા તે યુવાનને આખરે એક ગરીબ ઘરની પણ સમજુ અને સુશીલ કન્યા મળી, અને બંનેએ લગ્ન કર્યા.
પત્નીએ તેને પ્રેમ આપ્યો, હુંફ આપી, સહારો આપ્યો અને ધીમે ધીમે યુવાનની સમસ્યા આપમેળે દુર થઈ ગઈ ! તેનો ઉત્સર્ગતંત્ર પર અંકુશ આવી ગયો.
પ્રેમ નહતો મળતો, તેથી યુવાન સતત ભયંકર તણાવ અનુભવતો હતો. પરિણામે આ શારીરિક સમસ્યા દુર થતી ન હતી. જેવો પ્રેમ મળતો થયો, તે સાથે સમસ્યા ઉકલી ગઈ.
આવું ત્રાસદાયક બાળપણ, જોખમી યુવાની અન્ય કોઈ તો ગુનાખોરીમાં ધકેલાઈ જાય. આ બાળક તે - રસ્તે ગયો નહીં, અને સારા માર્ગે સદગૃહસ્થનું જીવન જીવતો થયો. કારણ? હવે પછી....

04 December Fresh news
પાકમાં મસ્જિદ પર હુમલો., 40ના મોત
આતંકવાદીઓએ પાકિસ્તાનના રાવલપિંડીમાં લશ્કરી મથકની નજીક આવેલી જામિયા મસ્જિદ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા, જ્યારે 60 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. જુમ્માની નમાજ અદા કરવા માટે મુસ્લિમો મોટી સંખ્યામાં પરેડ લાઇન્સમાં આવેલી મસ્જિદે એકઠા થયા હતા. ત્યારે તેમની ઉપર આતંકવાદીઓએ હેન્ડગ્રેનેડ ફેંક્યા હતા અને ગોળીબાર કર્યો હતો
સોમાલિયામાં વિસ્ફોટ : ૩ પ્રધાનો સહિત ૧૯નાં મોત.
સોમાલિયાના પાટનગર મોગાડિશુની પ્રતિષ્ઠિત શામો હોટેલમાં યોજાઇ રહેલા એક દીક્ષાંત સમારંભમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં કામચલાઉ સરકારના ત્રણ પ્રધાનો અને બે પત્રકારો સહિત ૧૯ માણસો માર્યા ગયા હતા.
રાજુ શ્રીવાસ્તવ બીગ બોસમાંથી આઉટ
કલર્સ ચેનલ ઉપર આવતા રિયાલીટી શો બીગ બોસમાં કરોડો દેશવાસીને પેટ પકડીને હસાવનાર મીમીક્રી આટર્ીસ્ટ રાજુ શ્રીવાસ્તવને નોમીનેટ કરવામાં આવ્યા પછી દેશભરમાંથી કરવામાં આવેલા કરોડો એસએમએસ પણ એને કામ આવ્યા નથી અને મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવ બીગબોસના ઘરમાંથી બહાર નીકળી ગયો છે.
કેન્સરપીડિત મહિલાઓનું નગ્ન કેલેન્ડર
કેન્સર પીડિત મહિલાઓના એક સમૂહે એક પ્રસિદ્ધ આર્ટ પેન્ટિંગથી પ્રભાવિત થઈને કેલેન્ડર માટે નગ્ન ફોટાઓ પડાવ્યા હતા. આ કેલેન્ડર માટે મહિલાઓ દ્વારા પડાયેલા ફોટાઓ નગ્ન હોવા છતાં પણ મર્યાદાનું ધ્યાન રાખે છે.
ફિલિપાઇન્સ: મેયર સામે ૨૫ ખૂનનો ગુનો દાખલ
ફિલિપાઇન્સમાં થયેલા એક ચૂંટણીલક્ષી હત્યાકાંડમાં ૫૭ લોકોના મોત નિપજયા હતા.ફિલિપાઇન્સના કોર્ટબેટો શહેરના મેયર એન્ડલ એમ્રયુઅન જૂનિયર વિરુઘ્ધ મંગળવારે કોર્ટમાં ૨૫ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ....
રાજકોટ : સાધુ વાસવાણી-યુનિ. રોડ પર અડધા કરોડના ખર્ચે ડ્રેનેજના કામોને બહાલી
રાજકોટ મહાનગરપાલિકામાં આજરોજ ચેરમેન કમલેશભાઇ મિરાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટર યોજના ફેઇઝ-૩ હેઠળ રૈયા ટીપી સ્કીમ નં.૪માં રૂપિયા ૪૯ લાખ ૧૮ હજાર ૬૫૦ના ખર્ચે હાઉસ કનેક્શન ચેમ્બર સહિત ડ્રેનેજ કલેક્ટીવ સિસ્ટમ નાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન આજે તેમના જન્મદિવસે પોતાનાં જ વોર્ડ નં.૧૨ પર વરસી પડયા હતા અને અનેકવિધ કામો સર્વાનુમત્તે મંજૂર કર્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૨ના સાધુવાસવાણી માર્ગ અને યુનિવર્સીટી રોડને લાગુ વિવિધ સોસાયટીઓ જેમાં નટરાજનગર (પાર્ટ), વિશ્વકર્મા પાર્ક, કૈલાસ પાર્ક, કોપર હાઇટ્સ, રાજપેલેસ પાર્ક અને સનશાઇન સહિતની સોસાયટીઓમાં ૪૧૦થી વધુ મકાનો અને હાઇરાઇઝડ બિલ્ડીંગોમાં હવે ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બનશે.
હવે તો ગ્રાન્ટ વાપરો ! સરકારે મહાપાલિકાને પાઠવ્યો રિમાઇન્ડર
રાજકોટ મહાપાલિકાને મનોરંજન કર ગ્રાન્ટ, વ્યવસાય વેરા ગ્રાન્ટ, શહેરી ગરીબ ગ્રાન્ટ, કેબલ, ટીવી અને એન્ટેના ગ્રાન્ટ સહિતની વિવિધ ગ્રાન્ટ પેટે વર્ષ ૨૦૦૬-૦૭ અને વર્ષ ૨૦૦૮-૦૯ દરમ્યાન અપાયેલા કુલ રૂા.૬.૩૬ કરોડની રકમમાંથી કોઇ વિકાસકામો નહીં કરાતાં સરકારમાંથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને બબ્બે રિમાઇન્ડર લેટર પાઠવી ‘હવે તો ગ્રાન્ટ વાપરો!’ તેવી તાકીદ કરવામાં આવતાં આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઉપરોક્ત ગ્રાન્ટની રકમમાંથી વિવિધ કામો સુચવવામાં આવ્યા હતા.

મીડિયાએ કોની કેટલી ચિંતા કરવી જોઈએ ?
મીડિયાએ કોની કેટલી ચિંતા કરવી જોઈએ ?
દુનિયાભરના કાર્ટૂનિસ્ટોનીહાલત કફોડી છે. કારણ કે કાર્ટૂનિસ્ટોની કલ્પનાનો પનો ટૂંકો પડે તે હદે વાસ્તવિકતા વકરી રહી છે. બને છે એવું કે કાર્ટૂનમાં જ કલ્પી શકાય તેવી મગજ ચકરાવે ચડાવી દેતી પરિસ્થિતિ હવે વાસ્તવમાં જોવી પડે છે.
અઝહરનો જ દાખલો લઈ લો ને ! અઝહરને મેચ ફીકસીંગ બદલ ટીમમાંથી તગેડી મૂકવામાં આવ્યો ત્યારે કોઇ કાર્ટૂનિસ્ટે ‘રાજકારણીઓ સાથે ફીકસીંગ કરીને ટીમમાં પાછા ફરતા અઝહરનું કાર્ટૂન બનાવ્યું હોત તો ? તે સમયે અશક્ય લાગતી પરિસ્થિતિ અત્યારે વાસ્તવ બની ચૂકી છે. અઝહર પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અઝહરના મળતીયા રાજકારણીઓ બીસીસીઆઈ પર દબાણ કરી રહ્યા હોવાના સમાચાર ન્યૂઝ ચેનલો પર હતા જ ને ? મગજ બંધ કરી દે તેવા સમાચારોની હવે જાણે નવાઈ જ નથી રહી. ચેનલોએ તો જાણે પાપીઓના પાપ ધોવા માટે રીઆલીટી શૉની ગંગા વહેવડાવવાનો ઉદ્યમ આદર્યો હોય એવું લાગે છે. સંજય દત્તથી માંડીને રાહુલ મહાજન સુધીના દોષિતોને લોકનજરમાં સેત સાબિત કરવા માટે ચેનલો કોઇપણ હદે જઈ રહી છે. અરે ભાઈ, સમાજ માટે નુકસાનકારક વૃત્તિ-પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓને સમાજથી દૂર જેલમાં રાખવાનો એક હેતુ એ હોય છે કે તેમનાથી સમાજને ભય હોવાથી તેમને સમાજથી અલગ રાખવામાં આવે છે અને બીજી વાત એ પણ ખરી કે અમુક સમય જેલમાં - સમાજથી દૂર રહેવાથી તેમને સમાજનું મહત્ત્વ સમજાય. સામાજિક બહિષ્કારનું શસ્ત્ર આવા લોકોની સાન ઠેકાણે લાવવા માટે જ વપરાતુ હતું.
હવે તો ચેનલોના માઘ્યમથી આ લોકોને સમાજમાં મોભાદાર સ્થાન અપાવવાની ઝૂંબેશ ચાલી રહી છે. બાકી, મોનીકા બેદીને દર ત્રીજા રિઆલીટી શૉમાં સ્પર્ધક કે મહેમાન તરીકે બોલાવવાની જરૂર શી છે ? જાણવા મળ્યા મુજબ એનડીટીવી ઇમેજીન પર શરૂ થઇ રહેલા રિઆલીટી શૉ ‘રાઝ ઃ પીછલે જનમ કા’માં પોતાના પૂર્વજન્મના રહસ્યો જાણવા અને સૌને જણાવવા માટે મોનીકા બેદી પણ પધારવાની છે.
બહાર આવેલી વિગતો અનુસાર આ શૉ દરમિયાન મોનીકા બેદીને એવું જાણવા મળ્યું કે અગાઉના જન્મમાં તે પોર્ટુગીઝ કન્યા હતી અને તે ખ્રિસ્તી ધર્મ પાળતી હતી. આ જાણીને મોનીકા બેદીએ ધર્મ પરિવર્તન કરવાની વાત તો નથી કરી, પરંતુ પોતાનું માનસ પરિવર્તન થયાની અને હવે તે માનસિક દ્વીઘાઓમાંથી મુકત થયેલી તદ્ન અલગ જ વ્યકિત હોવાનું અનુભવી રહી હોવાનું કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે ‘ઓહ... આ જ કારણસર મને પોર્ટુગલના કેટલાક સ્થળો પોતીકા લાગતા હતા અને હું ત્યાં વધારે આનંદ અને માનસિક શાંતિ અનુભવતી હતી.’
સાચી વાત છે. અબુ સાલેમ સાથે પોર્ટુગલમાં રહેતી મોનિકાને ભારત સરકારના પ્રયત્નોથી અહીં લાવવામાં સફળતા ન મળી હોત તો તેને ત્યાં જલસા જ હતા ને ? અને ફોર ધેટ મેટર ભારત સિવાય તે કયાંય પણ હોત, તેને તો દરેક સ્થળ પોતીકુ લગાડવું પડયું હોત. હવે તો તેને ભારતમાં પણ માનસિક નિરાંત થવા માંડી હશે, કારણ કે તેના કલંક ધોવા માટે તૈયાર મીડિયા મહારથીઓ તેની કેટલી બધી ચિંતા કરે છે ?
ટેલિવીઝન મીડિયા કરવા જેવી કેટલીક ચિંતાઓ કરે તો કેવું પરિણામ મળે ? છવ્વીસ નવેમ્બરની મુંબઇ ટેરર ઍટકની વરસી ટાણે ‘ઉન હઝારો કે નામ’ ટેલિફિલ્મ પ્રસારીત કરવાની ‘સ્ટાર પ્લસ’ પર જાહેરાત જોઇને છવ્વીસમીએ રાત્રે દસ વાગ્યે ટીવી સામે ગોઠવાઈ ગયેલા લોકો બાર વાગ્યા સુધી ચસકે નહીં તેવી ફિલ્મ જોવા મળી. પરંતુ, આ પ્રકારની ફિલ્મ બનાવી શકતા લોકોને ‘તમસ’ની માફક સળંગ પાંચ કે દસ દિવસ ફાળવી ન શકાય ?
ટેલિફિલ્મનુ નામ હતું ‘ઉન હઝારો કે નામ’, પરંતુ પાંચ-સાત પરિવારોની વેદના જ ઉજાગર થઇ શકી, કારણ કે આ દરેક પરિવારની ટ્રેજેડીને પૂરતો ન્યાય આપવામાં આવ્યો હતો. ૫૯ કલાક સુધી ચાલેલી આતંકી ઘટનાને દોઢ કલાકમાં સમાવવી આમ પણ મુશ્કેલ પડે જયારે આ તો હુમલામાં મૃત્યુ પામેલા કમનસીબોની કરૂણતા અને ત્રાસવાદીઓથી બચવામાં સફળ રહેલા સદનસીબોના સંઘર્ષને આલેખવાનું કામ હતું.
સાચુ પુછો તો ઘણા વખત પછી ટેલિવીઝન પર કશુંક નક્કર કહી શકાય તેવું જોવા મળ્યું. પાકિસ્તાનને કે ત્રાસવાદને ગાળો ભાંડયા વગર માનવીય સંવેદના અને વેદનાના સ્તર એવી રીતે ગૂંથ્યા હતા કે આ ફિલ્મ જોનાર સૌને ત્રાસવાદ સામે નફરત થાય, ભલે ને તે ગમે તે વિચારધારામાં માનતો હોય ! મુશ્કેલી માત્ર એટલી જ છે કે આવું-બઘું ટૂંકામાં અને ઝડપથી પ્રસારીત થઇ જાય છે.

અનધિકાર ચેષ્ટા
અનધિકાર ચેષ્ટા પણ એક પ્રકારની અશિસ્ત
‘નિમંત્રણ તો મળે, નિર્ણય આપણે કરવો જોઇએ. જવું કે નહિ!’ વડિલના અવાજમાં જરાય કડવાશ નહોતી. પણ વિચારની સ્પષ્ટતા ભારોભાર હતી. સવિનય આમંત્રણનો અસ્વીકાર કર્યા પછી એમણે જે વાત કરી તે વિચારતા કરી મૂકે એવી હતી. જાણીતી વ્યક્તિઓને ત્યાં આમંત્રણના ઢગલા થાય. રૂબરૂ આવીને લોકો આગ્રહ કરે. આશીર્વચનની અપેક્ષા રાખે. માર્ગદર્શનના બે શબ્દો માટે વિનંતી કરે. ઉપસ્થિતિને અને નવશીખીઆને પ્રેરણા રૂપ વક્તવ્ય માટે પ્રાર્થના કરે. ઓળખાણ લાવીને ભાર મૂકે. સગવડોની વાત પણ સાથોસાથ કરી દે. કોઇક વળી સન્માનમાં મળવા પાત્ર રકમનો ય સ્પષ્ટ કે મભમ ઉલ્લેખ કરે. કોઇપણ રીતે આમંત્રણનો સ્વીકાર થાય તેવો આગ્રહ રાખે. આવશ્યકતા અનુસાર અનુકૂળ તારીખ પણ બદલવા તૈયારી બતાવે! સંભવતઃ તમામ બહાના સામે એ પાણી પહેલાં પાળ બાંધી દે. એમ કહીને જે તે વ્યક્તિને આમંત્રણ સ્વીકારવા કબૂલ કરાવી લે. આ કળાના જાણકાર આયોજકોનો સામનો થાય ત્યારે જ એમની પૂર્વ તૈયારી અને કૌશલનો પરિચય થાય. ના સાંભળે જ નહિ. હા લઇને જ ઊઠે. અને પોતાના હઠાગ્રહને સ્નેહાગ્રહ તરીકે ખપાવી સાથીઓ આગળ ગર્વ અનુભવે. આવી વ્યક્તિઓ સાથે તમારે ઘરોબો હોય તે જરૂરી નથી. અજાણ્યા હોય તો ય એ જે અધિકાર દર્શાવે તે તમને મૂંઝવી નાખે. તમારા ઘર- પરિવાર- સાથી કર્મચારીઓને ય જે રીતે એ સંબોધ એ તમને ય ગૂંચવી જાય. અરે! એ તમારા પાળેલા પ્રાણીના ય એ રીતે વખાણ કરે કે તમને એમની જાણકારી માટે નવાઇ ઉપજે! આવા આયોજકો અને આમંત્રણોનો અનુભવ થવા માટે તમે જાતે કોઇ ક્ષેત્રમાં પ્રસિઘ્ધ વ્યક્તિ હો એ પણ જરૂરી નથી. તમે જાણીતા નૃત્યકાર, ચિત્રકાર, છબીકાર, શિલ્પકાર, અભિનેતા, સંગીતકાર, કવિ... ભલે ને ન હો. બહુ મોટા સમાજસેવક પણ ન હો, તો ય આમંત્રણ દ્વારા, વિશેષ મહેમાન, અતિથિ વિશેષ, મુખ્ય મહેમાન, સમારંભના પ્રમુખ, અઘ્યક્ષ આવા અનેકવિધ રૂપકડા નામે તમને બોલાવી શકાય છે. એક જ કાર્ડમાં એક સાથે જોવા મળતા આ નામની નરી નિરર્થકતા સ્વયંસ્પષ્ટ હોય છે. ને છતાં, એકથી વઘુ મહાનુભાવોને સમાવવા માટે એનો ઉપયોગ થતો જ રહે છે. કાર્યક્રમમાં આવું કોઇ સ્થાન મેળવવા માટેની એક લાયકાત(!?) તમારૂં પદ છે. આ પદ હોદ્દાની રૂએ મળેલી ઓળખ છે. ખાનગી કે સરકારી તંત્રમાં આવાં અનેક આકર્ષક પદનામ હોય છે. ખાનગી સંસ્થામાં અંગ્રેજીમાં અપાતાં આવાં પદનામ જે તે વ્યક્તિને રાજી રાખે છે. ને સરકારી તંત્રમાં બઢતીનો પ્રશ્ન હલ કરવા આવા ઉપજાવેલા પદનામ હાથ નીચેની વ્યક્તિઓને ભાગ્યે જ પ્રભાવક લાગે છે. નાયબ, મદદનીશ, સહાયક, અધિક, સંયુક્ત, અગ્ર, અંગત, મુખ્ય વગેરે વગેરે... પદનામો અને એના અવનવા કોમ્બીનેશન... એ ધરાવનારને જ માત્ર રાજી કરે છે.
આ પદનામ વચ્ચેનો બેઝિક ફેર એમના બેઝિક પગારનો જ હોય છે. આવા પદનામ એ આરંભે લોલીપોપ જેવા છે. એને ચૂસ્યા કરનારને જ એનો સ્વાદ આવે છે. થોડા સમય પછી ચવાઇ ગયેલી ચૂઈંગ-ગમ બની જાય છે. સ્વાદ આવે નહિ, ચાવવાનો થાક લાગે ને થૂંકી શકાય નહિ. આ પદનામ વિઝીટીંગ- કાર્ડ કે ખંડ બહારના બોર્ડની શોભા બને છે. આ નામ આયોજકોને કામ આવે છે. પદની, હોદ્દાની રૂએ અપાતાં આમંત્રણોની પણ વિશાળ સંખ્યા હોય છે. આ આમંત્રણોમાં કેટલાંક માત્ર ઉપસ્થિતિ માટેનાં હોય છે. તો કેટલાકમાં મંચસ્થ થવાનું આમંત્રણ પણ હોય છે. ભારે પદનામ ધરાવતી વ્યક્તિની પોતાના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિતિ આયોજકનો મહિમા કરે છે. (આયોજનનું શું કરે છે એ વાત હવે પછી!) આવા પદાધિકારીઓની ઉપસ્થિતિથી અંજાય કે ઈર્ષ્યા કરે એવી માનસિકતા ધરાવનારા ય મળી રહે છે એટલે જ આવા આમંત્રણો પણ અપાય છે. ક્યારેક તો આવા આયોજનો ઊભા કરાય છે ને એમાં પદાધિકારીની પધરામણી કરાવાય છે. અતિથિવિશેષ આદિ વિશેષણ અંતર્ગત આમંત્રિત થનારામાં રાજકારણીઓ પણ હોય છે. શ્રેષ્ઠીઓ પણ હોય છે. એમને બોલાવવા પાછળનાં કારણો બંને પક્ષે સ્પષ્ટ હોય છે. આમ પ્રસિઘ્ધ વ્યક્તિઓ, પદાધિકારીઓ કે રાજકારણી કે શ્રેષ્ઠીઓને જાતભાતના કાર્યક્રમોનું આમંત્રણ મળતું જ રહે છે. ઘણી વાર કાર્યક્રમના વિષય-વસ્તુ સાથે જેમને ન્હાવા-નીચોવાનો સંબંધ ન હોય એ પણ મંચ પર પ્રગટ થાય છે. કલાના કોઇ ક્ષેત્રના કાર્યક્રમમાં આવા ‘‘કલાકારો’’ ઘણી વાર જોવા મળે છે. આયોજકોની અણસમજ કે અણઆવડત નહિ, એમની પેલી વિશેષ ગણત્રી એમાં હોય છે. ઉપસ્થિત અતિથિવિશેષ પણ આ ગણત્રીથી વાકેફ હોય છે. સમાન ચારિત્ર્ય અને સરખાં વ્યસન ધરાવનારા વચ્ચે સંબંધ સહજ છે. તાળી સાંભળનાર અને તાળી સંભળાવનાર ભેગા થાય ત્યારેતાળી પાડનારને શોધી લાવે છે. આ પણ એક વિશિષ્ટ વર્ગ છે. કેટલાય એવા શ્રોતા છે જેમને તમે સવાર- બપોર- સાંજના કોઇ પણ કાર્યક્રમમાં જોશો. એ વિષય એમના રસનો હોય એવું જરાય જરૂરી નહિ. એ જાતે ત્યાં હોય, બસ! આવા અનેક કાર્યક્રમોની હાજરીના અનુભવી એવા આ શ્રોતાઓની મુદ્રાઓ રસપ્રદ હોય છે. મંચ પરના વક્તા કરતાં અનેક ગણી જાણકારી હોવાનો દાવો હોય છે. સન્માનિત થઇ રહેલ વ્યક્તિ કરતા પોતાની પ્રતિભા ઘણી વધારે છે, પણ પોતાની ઉપેક્ષા થઇ છે, અન્યાય થયો છે એની કડવાશ એમના ચહેરા પર છલકે છે. - ને એનું (પ્ર)દર્શન કરાવવા જ એ આવા તમામ કાર્યક્રમોમાં પ્રગટ થાય છે. અનુભવી આયોજકો એમને ઓળખતા જ હોય છે. આવા સો ટકા નિશ્ચિત પ્રેક્ષકો જ એમની સાચી મૂડી છે!
શ્રેષ્ઠીઓ તો દાન આપે, પોતાના તરફથી કૈંક આર્થિક યોગદાન કરે છે. એ અર્થમાં એમની જરૂર પણ છે. યોજક તો દુર્લભ હોય જ, પણ એના આયોજનને સફળ બનાવતા લક્ષ્મપતિઓ સુલભ બને તો આ કામ શક્ય બને. એટલે એમની ઉપસ્થિતિ ઉપયોગી છે. રાજનેતાઓની ઉપયોગિતા વિષે પૂર્વધારણા મુશ્કેલ છે. એવું જ પદાધિકારે ઉપસ્થિત રહેલાઓનું ય ગણવું. સમાજ સેવકો, સંતો, ધર્મપુરૂષોની હાજરી એમનાં સાત્ત્વિક બળને કારણે અસરકારક નીવડે છે.
આમંત્રણ આપવા આવનાર આયોજકો પોતે ચતુર પણ હોય છે, તો ક્યારેક અણઘડ ઉત્સાહી પણ હોય છે. પોતાના પૈસા અને સંપર્કનો ઉપયોગ કરીને જાહેરજીવનમાં પોતાની હાજરી નોંધાવવાના શોખીનો પણ આયોજક બને છે અને આવો જ શોખ ધરાવનારને મુખ્ય મહેમાન પણ બનાવે છે. આવું અતિથિપદ ખરીદી પણ શકાય છે. માત્ર બે ભૂખ્યા એક સ્થળે ભેગા થઇ જવા જોઇએ. અને એકમેકની ભૂખને ઓળખી જવા જોઇએ. એક વાર આ સંકોચ તૂટે પછી કામ સરળ થઇ જાય છે. કેટલીક વાર તો પોતાના ક્ષેત્રમાં સફળ હોય તેવી વ્યક્તિઓને ય આવાં સમારંભના મુખ્ય મહેમાન થવાના ઓરતા જાગે છે અને એ માટેની ગોઠવણ કરવા સ્વયં સક્રિય થાય છે.
આમંત્રણનો અસ્વીકાર કરનારા વડિલને આ બધી જ ખબર હતી. પણ, અસ્વીકારનું કારણ આ નહોતું. આમ અપાત્ર વ્યક્તિઓ, ગમે તે કારણોસર, મંચસ્થ થાય છે એ વાસ્તવિકતાનો તો એમણે સ્વીકાર કર્યો છે. માત્ર એમનો વાંધો આવી વ્યક્તિઓના વક્તવ્ય સામે છે. એમનું કહેવું હતું કે સમારંભના ગૌરવને, સમારંભના ઉદ્દેશને હાનિ પહોંચાડે એવા આ વ્યક્તિઓના વક્તવ્યના સાક્ષી બનવાનું અસહ્ય છે. આમંત્રણ મળે ત્યારે જ વિવેકસર, આપણી યોગ્યતાનો વિચાર કરીને જ હા કે ના કહેવી ઘટે. પણ, કોઇકવાર મંચસ્થ થવાના શોખ કે વાસના ખાતર કે ક્યારેક સાવ આકસ્મિક આવા સ્થાને ગોઠવાવાનું થાય, કોઇના વિકલ્પે સમય સાચવી લેવાનો હોય ત્યારે પણ, વક્તવ્ય આપવા બાબતે તો વિવેક અનિવાર્ય છે. જે વિષય તમારો હોય, જે વિષય વિષે તમે બરાબર જાણતા હો, તમારી પાસે અધિકૃત માહિતી હોય, તમે એના તજજ્ઞ કે અધિકારી હો તે જ વિષયને લગતા સમારોહનું મંચસ્થાન સ્વીકારાય ને વક્તવ્ય અપાય. અન્યથા અનધિકાર ચેષ્ટા ગણાય અને એ વિષયને અન્યાય કર્તા, અજ્ઞાનનો પરિચય આપનારી અને હાસ્યાસ્પદ સિઘ્ધ કરનારી નીવડે (જો એ અંગેની સમજણ અને શરમ કે જાગૃતિ હોય તો!) આવું કોઇ વક્તવ્ય તમારા શ્રોતાની પણ મજાક છે. એમના સમયનો પણ વ્યય છે. એમને કદાચ નવરાશ હોય તો પણ, આવું અધિકારહીન વક્તવ્ય આપવા ઊભા ન જ થવાય. ઘણીવાર કેટલીક જાણીતી વ્યક્તિઓને અનેક કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન થવું પડે છે. આવા સમયે આવા તમામ વિષયના તજજ્ઞ હોવાની અપેક્ષા ન જ રખાય. પરંતુ, જે તે વિષય સંબંધે, ગૃહકાર્ય કરીને, આવશ્યક જાણકારી અને તૈયારી સાથે તો જઇ શકાય ને! અરે, ક્યારેક તો, આવા વક્તવ્યો, તજજ્ઞો પાસે તૈયાર કરાવીને ય અપાતાં હોય છે, પણ, કમ સે કમ એને વાંચીને તો સભામાં આવવું જોઇએ ને! હાથમાં રહેલા કાગળમાં મોઢું ઘાલીને વાંચવા છતાં, માતૃભાષામાં લખેલા આ લખાણનું એક વાક્ય પણ સાચું ન વાંચનારા ઉચ્ચ પદાધિકારીઓના વક્તવ્યોને સહન કરવાનો ત્રાસ અનુભવે જ સમજાય! અને, પોતાની આ અગણિત ભૂલો વિષે સાવ અજાણ કે તદ્દન બેપરવા અને બેદરકાર એવા આ અતિથિ વિશેષ વિષે વિશેષ શું કહેવું? પોતે તો એ વિષયને જાણતા જ નથી. પરંતુ કોઇએ તૈયાર કરી આપેલો આલેખ પણ વાંચીને આવવા માગતા નથી! એમનો અહંકાર એમને આ અનધિકાર ચેષ્ટા કરવાની પ્રેરણા આપે છે. અને એ આ છૂટ લઇ પણ લે છે! એમને એ વાતની ય પડી નથી હોતી કે એ જેમની સામે આ ભરડી રહ્યા છે એમાંના ઘણા આ વિષયના નિષ્ણાતો છે. એમના વર્ગખંડમાં છેલ્લી પાટલી પર પણ જેમને બેસવા ન મળે એ, માત્ર હોદ્દાની રૂએ આ ભાષણ આપે છે ને એ પણ તૈયારી વગર!!
આ ઉપરાંત, મંચ પરથી બોલવાની બાબતે સભાક્ષોભ પર વિજય, પૂરતી તૈયારી, સુયોગ્ય અને સુચારૂ મુદ્રા, અંગભંગિ વગેરે પણ મહત્ત્વના છે. અઋચિકર ચેષ્ટાઓ સાથેની મંચ ઉપસ્થિતિ ત્રાસજનક અને ક્ષોભજનક (શ્રોતાપક્ષે) બની જાય છે. મંચ પર બેસવું, ઊઠવું, ઊભા થવું, બોલવું અને નીચે ઊતરવું એ અનેક આંખો નોંધે છે. એની એક રીતભાત છે. શિસ્ત છે. સભ્યતા છે. એ દંભ નથી. અનિવાર્યતા છે. તમે ઘરમાં જેમ ફરો કે વર્તો કે ઘરના શયનખંડમાંથી દીવાનખંડમાં આવો કે દીવાનખંડમાંથી કાર્યાલયમાં આવો ત્યાં તમે જાતે જ બદલાવ છો. મિત્ર મળવા આવે અને દીકરીના સાસુ- સસરા મળવા આવે ત્યારે તમારાં વાણી-વર્તન એના એ નથી રહેતાં! પ્રત્યેક સ્થાનની, પ્રત્યેક પ્રસંગની ઉપસ્થિતિ જૂદી છે. એમાં દેખાડો નથી, એ રીતભાતની જરૂરિયાત છે. અને એક સંસ્કારી શિક્ષિત નાગરિક પાસે એના અમલની અપેક્ષા છે.
આ તો થઇ શારીરિક અભિવ્યક્તિ. એવી જ મહત્વની છે શાબ્દિક અભિવ્યક્તિ. એમાં, જેમ અનધિકાર વક્તવ્ય ન અપાય, તૈયારી વગર બોલવા ન મંડાય એ જ રીતે ભાષાશુઘ્ધિ અને ઉચ્ચારશુઘ્ધિ પણ અનિવાર્ય છે. અશુઘ્ધ ઉચ્ચારણ હોય એણે બોલવાનું ટાળવું કે ટૂંકાવવું જોઇએ. અશુઘ્ધિઓ દૂર ન થાય તો કમ સે કમ અપ્રગટ તો રાખી શકાય ને! બાંધી મુઠ્ઠી લાખની. વક્તાને પોતાને એ સભાનતા હોવી જોઇએ કે એની ભાષા અને એના ઉચ્ચારણોમાં ક્યાંય ને કેટલી અશુઘ્ધિ છે. વક્તા માન્ય ભાષાનો ઉપયોગ કરે તે ઉત્તમ છે. પણ, બોલીનો ય વિરોધ નથી. બોલીને પોતાનું રૂપ છે. મિજાજ છે. પણ, મર્યાદા ય છે. જે તે પ્રદેશના લોકો જ એને સમજી શકે છે. સહજ હોવાનો વાંધો નથી. સહજ રહી શકાય તે તો વક્તા માટે ઉત્તમ છે. પણ, આ સાહજિકતા વક્તાને ગૌરવ અને એના વક્તવ્યને ગરિમા આપતી હોવી ઘટે. સહજ થવા જતા હલકા ન થઇ જવાય, અનૌપચારિક થવા જતાં ગૌરવહ્રાસ ન થાય એનું ઘ્યાન વક્તા પાસે અપેક્ષિત છે. સચ્ચાઇના નામે કડવું બોલવું, ઘ્યાન ખેંચવા માટે હલકું કે આંચકો આપે તેવું બોલવું- આવી ‘રમત’ લાંબી ટકતી નથી. પછી, માત્ર પદ કે પ્રતિષ્ઠાને કારણે શ્રોતા તમને ‘‘સહન’’ કરે છે, એટલું! માન તો નથી જ આપતા અને તમારી વાત માનતા પણ નથી.
વક્તાનું ચારિત્ર્ય વક્તવ્યનો મહિમા વધારતું હોય છે. ચારિત્ર્યની છાપ જાહેર અને ખાનગી જુદી જુદી હોય છે. વક્તા સ્વયં તો પોતાને જાણતો જ હોય છે. આથી જ, એણે આમંત્રણ સ્વીકારતા પહેલાં આ સંદર્ભે પણ વિચાર કરવો ઘટે. જેના ભ્રષ્ટાચારથી પ્રજા વાકેફ છે એ સદ્ચરિત્ર પર બોલે તો એના શબ્દનું મૂલ્ય શું? અને કદાચ, જે વાત જનતા નથી જાણતી એ વાત એનાં ઘરનાં, એ પોતે તો જાણે છે ને! શબ્દ તો બ્રહ્મ છે. રામબાણ છે. એની શક્તિ ને આવા અનિધિકારી વક્તાઓ જ ઘટાડે છે. સાચા હૃદયથી અપાયેલ આશીર્વાદનું વચન ફળે છે અને યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વરસેલા આશીર્વાદ મિથ્યા જાય છે.
વડિલ સાચા હતા. સ્પષ્ટ હતા. જ્યાં અધિકાર ન હોય ત્યાં આસનસ્થ ન થવાય. કોઇ ભલે ઉઠાડે નહિ, પણ, તમે બેસો તે સમયે જ તમને જોનારના મનમાં તો તમે ઉઠી જ ગયા છો! અરે, તમને બેસવાનો આગ્રહ કરવા આવનાર પણ મનોમન તો તમારી પાત્રતા જાણે જ છે. આવા કાર્યક્રનું આસન ન સ્વીકારાય, પણ, વખતે સ્વીકારવું જ પડે તો મોં ન ખોલાય. અને મોં ખોલવું જ પડે તો યોગ્ય તૈયારી વગર ન ખોલાય. હોદ્દાની રૂએ મળતું માન તમારે યોગ્ય સાબિત કરવું ઘટે. એ માનને યોગ્ય તમે છો એ તમારે સિઘ્ધ કરવું ઘટે. અને અપાત્રતા સામે નમ્રતા (દંભ નહિ.) જ એક માત્ર સાચું શસ્ત્ર છે. આ સ્પષ્ટતા હોય તો શ્રોતા માફ કરે છે. ઉદાર બને છે. વિરોધ ઓગળે છે. અને મોં ખોલ્યા પછી તમારી ભાષા, તમારા ઉચ્ચાર, તમારું વક્તૃત્ત્વ એ બઘું તમારો પરિચય આપે છે. તમને કદાચ તમારા સ્થાન, તમારી પ્રતિભા કે તમારા પદનો અહંકાર હોય તો પણ, આ સઘળું તમારા શ્રોતાના મનમાં અઋચિ કે નારાજગી તો જરૂર સર્જે છે. તમે કદાચ તમારા ક્ષેત્રની સર્વમાન્ય સર્વોત્તમ પ્રતિભા હો તો આવી મર્યાદા તમને ઓછી નડે. (આડી તો આવે જ.) પણ, આવી કોઇ સવિશેષ પાત્રતા ન હોય તો તો આવી ચેષ્ટા અણગમો જ સર્જે. જેમના પગની ઘૂળ થવાની ય આપણી યોગ્યતા ન હોય એની જીવનભરની આરાધનાને સન્માનવાની તક મળે ત્યારે આ ધન્યતા એમના પક્ષે નહિ, આપણા ભાગે હોવી ઘટે. આવી તક મળવી એને જ આપમા કોઇ પુણ્યનો ઉદયની ક્ષણ ગણવી જોઇએ. જે સન્માન સ્વીકારે છે એ એમ કરીને સમાજને ઋણી બનાવે છે. એમણે તો પોતાના જીવનકાર્ય દ્વારા પોતાનું જીવવું સાર્થક કર્યું. એના સંતોષ- અસંતોષ એમનાં પોતાનાં સન્માનની ઈચ્છા સહુને હોય. અને અધિકારી વ્યક્તિનું સમયોચિત અને યથાયોગ્ય સન્માન એ સમાજનું દાયિત્ત્વ છે. પણ, આવી ક્ષણે, નિમિત્ત બનવા મળે એની ધન્યતા હોવી ઘટે.
આયોજનોનું ગૌરવ સવિશેષ પણે આયોજકોના હાથમાં જ હોય છે. અને કેટલુંક આમંત્રિતો અને શ્રોતા-પ્રેક્ષકોના. દાદ ઉઘરાવવા, ઘ્યાન ખેંચવા જૂદા દેખાવા જતાં અવિનયી ન દેખાવાય એનું ઘ્યાન એમણે પણ રાખવું જ રહ્યું. સન્માનની રકમ તો મહત્ત્વની છે જ, પણ ખરું મહત્ત્વ આ વિવેકનું છે. એ ન સમજે એવા આયોજનને એક બે ને સાડાત્રણ.

કસરત
કસરત
કસરત પ્રત્યે ગુજરાતીઓની સુગ વિશ્વવિખ્યાત છે. ‘કસરત કરવી એ તો સમયનો વ્યય છે.’ ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી કે જીમમાં જવું આપણા સ્વભાવ સાથે સુસંગત નથી. સ્કૂલ, કોલેજ તથા સોસાયટીમાં કસરત અથવા રમત-ગમતની સુવિધાઓનો અભાવ હોય છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં એક ટકાથી પણ ઓછા લોકો નિયમિત કસરત કરે છે. કસરતનો અભાવ ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર, મેદસ્વિતા જેવા રોગોને આમંત્રે છે.

દીનતા ફેંકીને બડકમદાર બનો
દીનતા ફેંકીને બડકમદાર બનો
ચંદ્રકાંત બક્ષીને અહીં યાદ કરું છું. તેમનો બડકમદારીવાળો સ્વભાવ હતો. દંભ કરીને દોસ્તી ટકાવતા નહીં. સર વિલિયમ હેઝલીટનું સૂત્ર પાળતા-જે માણસ દુશ્મન બનાવી શકતો નથી તે પાક્કા દોસ્ત પણ બનાવી શકતો નથી. દુશ્મન બનાવવાની પણ બડકમદારી જોઈએ. મહાન ફિલસૂફ યુ. જી. કૃષ્ણમૂર્તિ તો ખુલ્લું કહે છે કે, અરે ભાઈ આ નમ્રતા-બમ્રતા જેવું કંઈ છે નહીં. ધેર ઈઝ નર્થિગ લાઈક હ્યુમિલીટી-ઈટ ઈઝ ઓન્લી એન આર્ટ.

Subscribe to:
Posts (Atom)