Saturday, October 23, 2010

કચ્છ- 12 પર ભાજપ, 5 પર કોંગ્રેસનો વિજય

3 OCTOBER 2010


ચૂંટણી પરિણામ : પાલિકામાં ભાજપ આગળ,પંચાયતોમાં મિશ્ર
ગુજરાતની ૨૪ જિલ્લા પંચાયત, ૨૦૮ તાલુકા પંચાયત અને ૫૩ નગરપાલિકાની ૮૭૬૫ બેઠકોની આજે શનિવારે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. તાલુકા પંચાયતોમાં અત્યારે મશિ્ર વાતાવરણ જોવા મળે છે, જ્યારે જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. ૧૦ વાગ્યાની સ્થિતિ જોઇએ તો તાલુકામાં ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી છે.જુનાગઢની ઉના બેઠકમાં ૩૧માંથી ૧૮ બેઠકો ભાજપને મળી છે. દહેગામ પાલિકા કોંગ્રેસને ફાળે જાય તેમ પરિણામો પરથી લાગે છે.


રમખાણો માટે મોદી જવાબદાર : ઝડફિયા

ગોધરાકાંડ બાદના બનાવોની તપાસ કરતી એસઆઇટી સમક્ષ શુક્રવારે હાજર થયેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.ઝડફિયાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રમખાણો સમયે મુખ્યમંત્રી જ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરતા હતા અને અધિકારીઓને સૂચનાઓ પણ તેમના તરફથી જ મળતી હતી. તે સાથે એસઆઇટીને ૨૭ ફેબ્રુઆરીએ મળેલી ઉચ્ચ સ્તરની ગુપ્ત બેઠક અંગેની માહિતી આપી હોવાનું કહેવાતો લખેલા ૧૦ પાનાંના પત્રને રેકોર્ડ પર લેવા માટે પણ ઝડફિયાએ રજૂઆત કરી હતી.ઝડફિયાના આ ઘટસ્ફોટ પછી મોદી સામે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સીટ દ્વારા મોદીની પૂછપરછ થઇ ચૂકી છે. કારણકે સીટ દ્વારા ઝડફિયાની આ રજુઆતને સુપ્રીમ કોર્ટના અહેવાલમાં રજુ કરવામાં આવશે.


કોસંબા લૂંટ : પાકિસ્તાની માઇન્ડ, ઝાબુવાના ગદ્દાર

કોસંબાના કે.એમ. જવેલર્સ શો રૂમમાંથી ૬ કરોડથી વધુની લૂંટ કરવામાં પાકિસ્તાની મૂળનો સલીમ માલાઈ માસ્ટર માઇન્ડ હોવાનો પર્દાફાશ થયો છે. આ ગુનાનો ભેદ છેલ્લા છ દિવસની મોબાઇલ સર્વેલન્સ આધારે ઉકેલાયો હતો.સલીમની વડોદરા ખાતે રહેતી પિન્કી નામની રખાત અને પિન્કીની માતા પરવિનબીબી ઐયુબ હુસેનખાન પઠાણ સુધી પહેલો રેલો પહોંચ્યો હતો. પોલીસે તેને ત્યાં છાપો મારી લૂંટના દાગીના કબજે કર્યા હતા. ત્યારબાદ મુંબઈમાં રહેતી સલીમની પત્ની સલમાની ધરપકડ કરી લૂંટનો માલ ખરીદનાર મુંબઈના ઝવેરી અશોકકુમાર સાકરચંદ જૈન સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. કોસંબા લૂંટ કેસમાં ઝડપાયેલા પાકિસ્તાની દાણચોર સલીમ માલાઈની રખાત પિન્કી મુંબઈના બારમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.


જાણો નોકિયાના N-8માં એવુ તો શું ખાસ છે

ભારતીય મોબાઇલ બજારમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનારી કંપનીએ પાછલા દિવસોમાં પોતાનો અત્યાધુનિક હેન્ડસેટ એન-8 લૉન્ચ કર્યો હતો.આ સેલફોન કેટલાય પ્રકારે ખાસ છે. એલ્યુમીનિયમ કૉટેડ આ મોબાઇલ જોવામાં તો આકર્ષક છે જ, સાથો સાથ તેમાં એકથી એક ચઢીયાતા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. એન-8 પહેલો સિમ્બાયન ટેક્નોલૉજી સજ્જ મોબાઇલ છે.

પતિની કબરની બાજુમાં જોઈ વિચારતી થઈ ગઈ એ મહિલા

કોઈ પણ મહિલા એવું નહીં ઈચ્છે કે તેના પતિની બાજુમાં કોઈ મહિલા હોય. ખાસ કરીને જ્યારે તેનો પતિ મરી ગયો હોય. કેલિફોર્નિયામાં લીલાસ હોકિન્સ નામની એ મહિલા જ્યારે પોતાના પતિની કબર પાસે ગઈ તો બાજુની કબર જોઈ ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ.જ્યારે આ વિશે મહિલાએ કબ્રસ્તાનના કર્મચારીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હવે તેઓ આ બાજુની કબર ફેરવી શકે તેમ નથી. કારણકે કબ્રસ્તાનનો આ પ્લોટ ડિગ્નિટી નામની એક કંપનીએ ખરીદી લીધો છે. કંપનીનું કહેવું છે કે આ કબ્રસ્તાનને ખરીદતા પહેલા જ તે મહિલાની કબર વાળો પ્લોટ બે વખત વેચાઈ ગયો છે.


ડોન-2ની પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ પ્રિયંકા

શાહરૂખ ખાને ગઈકાલે જર્મનીનાં બર્લીન ખાતે તેની આગામી ફિલ્મ ડોન-2ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ચોપડાએ પણ હાજરી આપી હતી. બર્લીનની જનતાએ પણ શાહરૂખ પ્રિયંકાને સારો એવો પ્રતિસાદ આપ્યો હતો.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહરૂખે જણાવ્યું હતું કે, "જ્યારે પણ હું અહી આવું છું. અહીં ઘણો જ ઠંડી હોય છે પણ અહીનાં લોકોનો પ્રેમ અને તેમની હુંફ મને આ વાતાવરણમાં રહેવાં અને કામ કરવાની શક્તિ પુરી પાડે છે. "તેણે શહેરનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે," આ શહેર ઘણું જ સુંદર છે મને તે ઘણું જ પસંદ છે. હું છેલ્લા બે અઠવાડિયાથી અહી છુ અને મને એવું લાગતું નથી કે હુ અહી કામ કરી રહ્યો છું હું ઘણો જ સારો સમય વિતાવી રહ્યો છું."


વડોદરા - અમદાવાદ 13 બેઠકો પર ભાજપનો વિજય

જિલ્લા પંચાયતની ૫૧ બેઠકો માટેની મતગણતરી શરૂ થઇ ગઇ છે અને પ્રથમ પાંચ બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસે દશ બેઠક માટે દાવેદારી કરી છે. જિલ્લા પંચાયતની બાકી રહેલી ૪૬ બેઠકો પૈકી ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર તેમના હરીફ ઉમેદવાર ઉપર સરસાઇ મેળવવામાં સફળ રહ્યા છે. તેવી જ રીતે, ભાજપના ૧૫ ઉમેદવારો તેમના હરીફ ઉમેદવાર કરતાં વધુ મત મેળવી રહ્યા છે. જોકે, આ બેઠકોની મતગણતરી ચાલી રહી છે અને અંતિમ તબક્કા સુધી રસાકસી રહે તેવા સંજોગો ઉભા થયા છે.


ડભોઇ નગરપાલિકામાં ભાજપ જંગી બહુમતી તરફ આગળ વધ્યું

ડભોઇ નગરપાલિકાના ૧૨ વોર્ડની ૩૬ બેઠક માટે તબક્કાવાર રીતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં, ૧૮ બેઠકોના પરિણામો જાહેર થયા હતા.આ ૧૮ બેઠકો પૈકી ૧૪ બેઠકો ઉપર ભાજપનુ કમળ ખીલ્યું હતું તો કોંગ્રેસના પંજામાં ચાર બેઠકો આવી છે. ૩૬ બેઠકમાંથી ૧૪ બેઠક મેળવી લેતાં ડભોઇ નગરપાલિકામાં સત્તા સંભાળવા માટે માત્ર ચાર બેઠકો થી જ ભાજપ દુર રહ્યુ છે અને હજુ ૧૮ બેઠકોની મતગણતરી બાકી છે. આ સંજોગોમાં, ડભોઇ નગરપાલિકામાં જંગી બહુમતી સાથે ભાજપ સત્તાના સૂત્રો સંભાળે તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ વિજયી ઉમેદવારોના ટેકામાં વિજયી સરઘસ ઢોલ નગારા સાથે નીકળી રહ્યા છે અને ડભોઇના રસ્તાઓ ગુલાલથી રંગાઇ ગયા છે.

સૂરત : ભાજપનો સ્પષ્ટ વિજય 18 બેઠકો પર કબજો


કચ્છ- 12 પર ભાજપ, 5 પર કોંગ્રેસનો વિજય

કચ્છ જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓમાં ઉભેલા ૯૨૭ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થઇ જશે. કચ્છમાં જિલ્લા પંચાયત માં કોંગ્રેસના ૩૨,ભાજપના ૩૨, અપક્ષના ૧૦, અન્ય ૬, તાલુકા પંચાયતમાં ભાજપના ૧૭૩, કોંગ્રેસના ૧૭૨, અપક્ષ ૭૦, અન્ય ૪૮ તથા પાલિકાઓમાં ભાજપના ૧૪૫, કોંગ્રેસના ૧૪૫, અપક્ષ ૪૨, અન્ય ૪૮ અને અન્ય ૫૨ મળી કુલ ૯૨૭ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.


કચ્છમાં મતદારોની સંખ્યા ૭૬ ટકા વધી, પણ મતદાન વધતું નથી

કચ્છમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી મોટી નગરપાલિકા ગાંધીધામમાં ઓછું મતદાન નોંધાયું છે પણ તેની પાછળ મતદારોનો ઉત્સાહ નહીં પણ નાગરિકોની રૂચિ જ કારણભૂત છે. છેલ્લા ૨૦ વર્ષમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં આવું જ ચિત્ર ઉપસ્યું છે કે શહેરના ૫૦ ટકા જેટલા મતદારો ચૂંટણીથી હંમેશા અલ્પિત રહેતા આવ્યા છે.વર્ષ ૧૯૯૫ પછી ગાંધીધામના વિકાસની સાથે સાથે વસતી વધી છે પણ મતદાનની ટકાવારીમાં વધારો થયો નથી. વર્ષ ૧૯૯૫માં મતદારોની સંખ્યા ૭૧૧૭૩ હતી તે આજે ૧,૨૫,૩૧૫ જેટલી છે. છતાં મતદાનની ટકાવારી છે તો ૫૦ ટકાની આસપાસ જ યથાવત છે.


ગાંધીધામ તાલુકા પંચાયતમાં સ્ત્રીઓનું અસામાન્ય મતદાન

ગાંધીધામ તાલુકા પંચાયતની ૧૫ પૈકી ૧૪ અને જિલ્લા પંચાયતની એક માત્ર કિડાણા બેઠક માટે પુરુષ અને સ્ત્રી મતદારોએ જાણે ખભેખભા મિલાવીને વોટિંગ કર્યું હતું. અહીં તાલુકા પંચાયતનું સંચાલન કરવા માટે ૬૨.૧૬ ટકા પુરુષ અને ૬૦.૫૭ ટકા મહિલાઓએ પોતાના જનપ્રતિનિધિની પસંદગી કરી હતી. પણ કેટલાક બૂથ એવા છે જ્યાં પુરુષો મોટે પાયે મતદાન કરવા નીકળી પડ્યા હતાં. જ્યારે સ્ત્રીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.૫૩૫ પુરૂષ અને ૫૦૧ મહિલા મતદારો ધરાવતા ગળપાદર ૧ના બૂથમાં પુરૂષો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટયા હતા જ્યારે સ્ત્રીઓએ જાણે લોકશાહીની આ પ્રક્રિયાની અવગણના કરવાનું પસંદ કર્યું હોય તેમ મતદાન મથક સુધી બહુ ઓછી પહોંચી હતી. અહીં પુરુષોનું મતદાન ૮૬.૫૪ ટકા અને મહિલાઓનું મતદાન ૪૭.૩૧ ટકા જ નોંધાયું હતું. તેને લીધે બન્ને વચ્ચે ૩૯.૨૪ ટકાનો તફાવત જોવા મળ્યો હતો.

No comments:

Post a Comment